રાષ્ટ્રપતિની ચુંટણીમાં ૮ સાંસદ ઈચ્છા હોવા છતા મત આપી શક્યા નહીં
દેશભરના સાંસદો અને ધારાસભ્યોએ ભારતના ૧૫માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન કર્યું. સાંસદો અને ધારાસભ્યોએ સત્તાધારી ગઠબંધન દ્ગડ્ઢછ ના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષી દળોના ઉમેદવાર યશવંત સિન્હામાંથી કોઈ એક માટે મતદાન કર્યું. જાે કે આ દરમિયાન કેટલાક ધારાસભ્યો અને સાંસદો ગેરહાજર પણ રહ્યા. જેમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રે પણ એવા લોકોમાં સામેલ છે જેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું નથી. પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ સારવાર માટે વિદેશમાં છે.
આ કારણસર તેઓ મતદાન માટે સંસદ ભવન પહોંચી શક્યા નહીં. જ્યારે કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેની પણ તબિયત ઠીક નથી અને તેઓ આઈસીયુમાં દાખલ છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ કુલ ૪૮૦૯ મતમાંથી ૪૭૯૬ મત પડ્યા. એટલે કે ૧૩ સભ્યોએ મતદાન કર્યું નથી. લગભગ ૯૯ ટકા જેટલું મતદાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ તથા સાંસદોએ સંસદ ભવનમાં મતદાન કર્યું હતું. કુલ ૮ સાંસદોએ મતદાન ન કર્યું. જેમાં ભાજપ અને શિવસેનાના ૨-૨ સાંસદ, અને બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, છૈંસ્ૈંસ્ ના એક-એક સાંસદે સોમવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન ન કર્યું. કેટલાક ધારાસભ્યોએ પણ મતદાન કર્યું નહીં.
જેમાં હરિયાણાના જેજેપીના એમએલએ નૈના સિંહ ચૌટાલા કે જેઓ વિદેશમાં છે, રાજકુમાર રાઉત (ભારતીય ટ્રાઈબલ પાર્ટી, રાજસ્થાન), ભંવરલાલ શર્મા (કોંગ્રેસ, રાજસ્થાન), સત્યેન્દ્ર જૈન (આપ, જેલમાં) અને હાજી યુનુસ (આપ, દિલ્હી) સામેલ છે. ચૂંટણી પંચે કહ્યું કે છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, એમપી, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ૧૦૦ ટકા મતદાન થયું. ચૂંટણી પત્યા પછી રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ કહ્યું કે સંસદ ભવનમાં કુલ ૯૯.૧૮ ટકા મતદાન થયું. ૭૩૬ સભ્યો (સંસદના ૭૨૬ અને વિધાનસભાના ૯ સભ્ય) માંથી ૭૩૦ (સંસદના ૭૨૧ અને વિધાનસભાના ૯) સભ્યોએ મતદાન કર્યું. જેલમાં બંધ બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ) સાંસદ અતુલ સિંહ મતદાન કરવા જઈ શક્યા નહીં.
શિવસેના નેતા ગજાનન કીર્તિકર અને હેમંત ગોડસેએ પણ મતદાન નથી કર્યું. છૈંસ્ૈંસ્ નેતા ઈમ્તિયાઝ જલીલ પણ એવા આઠ લોકોમાં સામેલ હતા જેમણે મતદાન કર્યું નથી. કોરોના સંક્રમિત કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણ પીપીઈ કિટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા. કોરોના સંક્રમિત હોવા છતાં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મતદાન કરવા પહોંચ્યા. આ ઉપરાંત તેમના કેબિનેટ સહયોગી આર કે સિંહે પણ મતદાન દરમિયાન પીપીઈ કિટનો ઉપયોગ કર્યો.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા પહોંચ્યા. ભાજપના નેતા અને ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રદીપ્ત કુમાર નાઈક હોસ્પિટલથી સીધા ઓક્સિજન સિલિન્ડર સાથે વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. તેમને કોવિડની જટિલતાઓ બાદ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના નેતા યશવંત સિન્હા વચ્ચે મુકાબલો હતો. દ્રૌપદી મુર્મૂના જીતવાના ચાન્સ વધુ છે. ૨૧ જુલાઈએ ચૂંટણીના પરિણામ આવશે.
Recent Comments