fbpx
અમરેલી

રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન યોજાનાર ગ્રાન્ડ ડિનર માટે ડો. ભરત કાનાબરને પણ આમંત્રિત કરાયા.

દેશના મહામહિમ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ દિવની 4 દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન અનેક કાર્યક્રમો દિવ પ્રસાસન દ્વારા રાખવામાં આવેલ છે. દિવના પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિના સન્માનમાં એક ગ્રાન્ડ ડીનરનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રાન્ડ ડીનર માં અમરેલીના જાણીતા સેવાભાવી ડોકટર ભરત કાનાબરને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ડો.કાનાબારને નિમંત્રણ મળ્યાની જાણ થતાં અમરેલીના લોકો ગૌરવ સાથે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Follow Me:

Related Posts