રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આવાસ યોજનાના મકાનની ચાવી મળી તેનો અનેરો આનંદ છે
રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદના હસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળાં વર્ગના લાભાર્થીઓને તૈયાર થયેલા મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
દિવાળીના પર્વ પૂર્વે ઘરના ઘરનું સપનું સાકાર થતા ખુશી વ્યક્ત કરતાં ભાવનગરના સફાઈ કામદાર જ્યંતિભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે. રાષ્ટ્રપતિના હસ્તે મકાનની ચાવી મળતા ખુશી છે તેમ જ્યંતિભાઈના પત્નીએ પણ પ્રતિભાવ આપ્યો હતો.
જ્યંતિભાઈ સફાઈ કામદાર છે અને તેમને બે બાળકો છે. અગાઉ પોતાનું મકાન ન હોવાથી ઘણી અગવડતાં પડતી હતી પરંતુ સરકારની આ યોજનાને લીધે ઘરના ઘરનું સપનું સાકાર થયું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
Recent Comments