રાષ્ટ્રપતિ એક છોકરીને એક સલાહ આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને શુક્રવારે કેલિફોર્નિયાના ઈર્વિનમાં હતાં. અહીં તેમણે એક છોકરીને ડેટીંગ સાથે જાેડાયેલી એક સલાહ આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈર્વિન વેલી કોલેજમાં ભાષણ આપ્યા બાદ બાઈડન એક છોકરી સાથે સેલ્ફી લેવા માટે ઊભા રહ્યા હતા. પોતાના હાથ છોકરીના ખભ્ભામાં રાખીને તેમણે એક સલાહ પણ આપી દીધી. કેટલાય લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમ પણ બાઈડન પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. વીડિયોમાં બાઈડન છોકરીને કહેતા દેખાઈ રહ્યા છે, હવે એક મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, જાે હું મારી દિકરીઓ અને પૌત્રીઓને પણ કહું છું. બાઈડન કહે છે કે, ૩૦ વર્ષની થા ત્યાં સુધીમાં કોઈ સિરીયસ છોકરાને ડેટ કરતી નહીં. વણમાગી અમેરિકન રાષ્ટ્રપતિની સલાહ સાંભળીને છોકરી પણ ચોંકી ગઈ અને કહ્યું કે ઠીક છે, હું આ વાત યાદ રાખીશ.
બાઈડનની સલાહ સાંભળીને છોકરી હસવા લાગી હતી. જાે કે અમુક લોકોએ બાઈડનની આવી હરકતની ટિકા કરતા લખ્યું છે કે, છોકરીઓ અહસજતા અનુભવી રહી છે. જાે કે, અમુક યુઝર્સે તેના વખાણ પણ કર્યા અને તેમને સારા માણસ ગણાવ્યા છે. બાઈડન મોટા ભાગે પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને ટિકાઓનો શિકાર બનતા રહ્યા છે. આ અગાઉ નેશનલ એજ્યુકેશન એસોસિએશનમાં એક ભાષણ દરમિયાન તેમણે પોતાના દોસ્ત વિશે કહ્યું હતું કે, જે તેમનાથી ૧૮ વર્ષ નાની હતી. તેમણે ભીડમાં એક મહિલાની ઓળખાણ કરતા તેનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, તે ૧૨ વર્ષની હતી અને હું ૩૦ વર્ષનો હતો, પણ આ મહિલાએ મને ઘણુ બધું કરવામાં મારી મદદ કરી.
Recent Comments