રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા. ત્યારે આજે બીજા દિવસે તેઓ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ રહ્યાં છે. આજે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં હર સ્ટાર્ટઅપનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતના સૌથી જુના વિશ્વ વિદ્યાલયમાં આવીને પ્રસન્નતા થઈ છે. વિક્રમ સારાભાઈ, કે.કસ્તુરીરંજન, પીએમ મોદી, અમિત શાહ આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ યુનિવર્સિટી કેમ્પસમાં ૪૫૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. અહીં ૧૫ હજાર મહિલા ઉદ્યમી હર સ્ટાર્ટઅપ સાથે જાેડાયેલી છે. મારા માટે હર સ્ટાર્ટઅપનું લોકાર્પણ કરવું ગર્વની વાત છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત ૮૧થી ૪૩મા સ્થાને પહોંચી ચૂક્યું છે.
છેલ્લા બે દશકમાં ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. ગુજરાત વિકાસના અનેક માનકોમાં છેલ્લા બે દશકથી અગ્રેસર છે. દરેક રાજ્યનું પોતાનું મોડલ હોય છે, પણ ગુજરાત સરકારે બે દશકમાં જે પ્રગતિ કરી છે, એણે અન્ય રાજ્યનો માર્ગ આપ્યો છે. અન્ય રાજ્યો એકબીજા પાસેથી શીખે તો દેશ ઝડપથી આગળ વધી શકે છે તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હર સ્ટાર્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતમાં હર સ્ટાર્ટ થકી અત્યાર સુધી ૧૫ હજાર જેટલી મહિલાઓને જાેડવામાં આવી છે.હર સ્ટાર્ટ યોજનાને હવે રાજ્ય બાદ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે.તે ઉપરાંત તેઓ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરશે. રાષ્ટ્રપતિના હસ્તે ૧૦ મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાશે.
આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓનું પણ રાષ્ટ્રપતિ ઈ-લોકાર્પણ કરશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી નિમિષાબેન સુથાર કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે કરાશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ૩૭૩ કરોડના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.
Recent Comments