૨૦૧૫ માં મોરેશિયસની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસને “લિટલ ઈન્ડિયા” તરીકે ઓળખાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રાજ્ય મુલાકાત આ મોરેશિયસમાં થવા જઈ રહી છે. દ્રૌપદી મુર્મુની આ મુલાકાતને માલદીવમાં ચીનની રણનીતિને નષ્ટ કરવાની નવી નીતિ માનવામાં આવી રહી છે. દ્રૌપદી મુર્મુની આ મુલાકાત ૧૧-૧૩ માર્ચ દરમિયાન થશે. જ્યાં તે આ ટાપુ રાષ્ટ્રના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ ૧૨ માર્ચે ઉજવવામાં આવે છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ૧૯૪૮માં સ્થાપિત થયા હતા.
દ્રૌપદી મુર્મુ ૨૦૦૦ થી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનાર છઠ્ઠા ભારતીય રાષ્ટ્રપતિ છે. આ સમારોહમાં ભારતીય નૌકાદળની ટુકડી સાથે બે યુદ્ધ જહાજાે – ૈંદ્ગજી તિર અને ઝ્રય્જી સારથી પણ ભાગ લેશે. જાણકારી અનુસાર ભારત મોરેશિયસ સાથે ૧૪ કરારો પર હસ્તાક્ષર કરી શકે છે. મોદી સરકારની સાગર નીતિ હેઠળ મોરેશિયસમાં છ નવા પ્રોજેક્ટ પણ પૂરા કરવામાં આવશે. મુલાકાત દરમિયાન તે ઘણા મોટા નેતાઓને પણ મળશે. આ વર્ષે ૨૯ ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથએ એરબેઝ અને નેવલ પોર્ટને વિકસાવવા માટે લીલી ઝંડી આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત સાથે માલદીવના સંબંધો બગડવા લાગ્યા છે અને ચીનની નજીક વધી રહી છે. આ દરમિયાન એક સમાચાર એવા પણ આવ્યા છે કે ૧૦ માર્ચે ભારત માલદીવમાંથી પોતાના સૈનિકોને હટાવવાનું શરૂ કરી રહ્યું છે. ભારતીય સૈનિકો પૂર્વ નિર્ધારિત સમયમર્યાદા મુજબ માલદીવમાંથી પાછા ફરશે. આ દરમિયાન મુર્મુની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. મોરેશિયસ ટાપુ કે જેના પર ભારત અને મોરેશિયસ સંયુક્ત રીતે લશ્કરી મથક બનાવી રહ્યા છે તે મોરેશિયસના મુખ્ય ટાપુથી ૧૧૦૦ કિલોમીટર દૂર છે અને માલદીવ, સેશેલ્સ અને ડિએગો ગાર્સિયાની મધ્યમાં છે, જે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે. જે સૈન્ય રણનીતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે.અને ડિએગો ગાર્સિયાની મધ્યમાં છે, જે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે. જે સૈન્ય રણનીતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે.




















Recent Comments