fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ બાઈડન હવાઈ પહોંચ્યા, આગથી તબાહ થયેલા વિસ્તારની મુલાકાત લીધીવિનાશનું ભયાનક દ્રશ્ય જાેઈ પીડિતોને ગળે લગાવ્યા

યુએસ પ્રમુખ જાે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને સોમવારે હવાઈના લાહૈનામાં જંગલમાં લાગેલી આગથી તબાહ થયેલા વિસ્તારની મુલાકાત લીધી હતી. આગમાં ગયા અઠવાડિયે લાહૈનાના માઉ રિસોર્ટ ટાઉનનો મોટો ભાગ નાશ પામ્યો હતો અને ઓછામાં ઓછા ૧૧૦ લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ બાઈડન અને જીલ બાઈડને અહીં થયેલા નુકસાનનો હિસાબ લીધો અને પીડિતો અને ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગમાં ૨,૨૦૦ ઇમારતો નાશ પામી હતી અને અંદાજે ૫.૫ બિલિયનનું નુકસાન થયું હતું. જાે બાઈડને ગયા અઠવાડિયે હવાઈમાં આગની ઘટનાને મોટી દુર્ઘટના તરીકે જાહેર કરી હતી. રાષ્ટ્રપતિ જાે બાઈડને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું હવાઈના લોકોને આ આપત્તિમાંથી બહાર આવવા માટે જરૂરી બધું પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છું. અને વિપક્ષ તેમની ટીકા કરી રહ્યો છે.

Follow Me:

Related Posts