રાષ્ટ્રપ્રેમ ના રંગ મા રંગાયું સાવરકુંડલા…સાવરકુંડલા શહેર માં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ગર્વની લાગણી જગાડવા માટે જ્યારે સમગ્ર ભારતની અંદર તા. ૯ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ ‘મેરી મીટ્ટી મેરા દેશ’ અભિયાન ચાલી રહેલ છે તે અંતર્ગત અમરેલી-સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા, પોલીસ સ્ટાફ સાથે ડી.વાય.એસ.પી. હરેશ વોરા, સીટી. પી.આઇ. એસ. એમ. સોની તેમજ ભાજપના કાર્યકરો, શહેરની સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી..
Recent Comments