સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા રાષ્ટ્રીય ભાષા હિન્દીની સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ દ્વારા લેવામાં આવતી હિન્દી દુસરી અને તીસરીની પરીક્ષા લેવામાં આવી. શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી શા.વી. દોષી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ‘ રાષ્ટ્રીય ભાષા ‘ હિન્દીની સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ દ્વારા લેવામાં આવી હતી. સાથો સાથ વિદ્યાર્થીના જીવનમાં આ કોર્સનું મહત્વ પણ જણાવવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પ્રથમ દુસરી અને તીસરીની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.
આ પરીક્ષાના કેન્દ્ર સંચાલક શ્રી લાલજીભાઈ રાઠોડ પ્રચારક સંગીતાબેન પરમાર તેમજ શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા દ્વારા વિદ્યાર્થીની બહેનોને રાષ્ટ્રભાષાનુ મહત્વ અને તીસરી પરીક્ષા સર્ટિફિકેટના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથોસાથ સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.


















Recent Comments