રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન- પાલીતાણા દ્વારા પાલીતાણા તાલુકા કક્ષાનો કેશક્રેડીટ કેમ્પ યોજાયો

આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન- પાલીતાણા દ્વારા આયોજિત પાલીતાણા તાલુકા કક્ષાનો કેશક્રેડીટ કેમ્પ પાલીતાણા તાલુકા પંચાયત કચેરી મિટીંગ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન તાલુકાનાં કુલ વીસ (૨૦) સ્વ-સહાય જૂથોને રૂ.૨૩,૦૦,૦૦૦/-(ત્રેવીસ લાખ રૂપિયા)ની બેન્કો દ્રારા ધિરાણ કરવામાં આવેલ છે. ઉપરાંત બેન્કો તરફથી શ્રેષ્ઠ કામગીરી કરેલ બ્રાન્ચ મેનેજર અને તાલુકા સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડી.એલ.એમશ્રી, ટી.એલ.એમ.શ્રી, SGB, UBI, HDFC, SBI નાં બેન્ક બ્રાન્ચ મેનેજરનાં પ્રતિનિધિ, એન.આર.એલ.એમ યોજનાનાં તમામ સ્ટાફ, બેન્ક સખી તેમજ સ્વ-સહાય જુથનાં મહિલાઓ હાજર રહ્યાં હતાં.
Recent Comments