fbpx
અમરેલી

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ અમરેલી ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાને વિશેષ સુદ્દઢ બનાવવા તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ વચ્ચે સંકલન થાય તે ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન (GPDP) અમલી છે.  ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન (GPDP) વિશે વિગતવાર સમજ અને માર્ગદર્શન આપવા અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ અમરેલી ખાતે તાલીમ યોજાઈ હતી. આ તાલીમ કાર્યકમમાં સાંસદ અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા,તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડાએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts