fbpx
અમરેલી

રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ મોટા આંકડિયા ખાતે ખેડૂત શિબિર સંપન્ન

ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ ખેતીને પ્રાકૃતિક અને ટકાઉ બનાવવાના આશયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરૂપે NMSA રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ અમરેલી જિલ્લાના મોટા અંકડિયા ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં નાયબ બાગાયત નિયામકશ્રી  જયરાજ વાળા દ્વારા બાગાયતી પાકોની ખેતી અને સહાય યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જિલ્લામાં આ યોજના હેઠળ ખેડૂતોએ લાભ લેવા માટે શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ અને બાગાયતી ખેતીમાં વિવિધતા અને ક્ષમતા ધરાવતા અમરેલી જિલ્લામાં ખેડૂતોને આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાથે જિલ્લાના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts