રાષ્ટ્રીય

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબ ગેંગસ્ટરની મોસ્ટ વોન્ટેડ યાદી જાહેર કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્ગૈંછએ પંજાબ ગેંગસ્ટરની મોસ્ટ વોન્ટેડ યાદી જાહેર કરી છે. આ તમામ વિદેશમાં રહીને ભારતમાં પોતાની ગેંગ ચલાવી રહ્યા છે. દ્ગૈંછએ તેમની સામે ેંછઁછની કલમો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગેંગસ્ટરો પર હત્યા, ડ્રગ્સની દાણચોરી અને વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા જેવા આરોપો છે. આ યાદી થોડા દિવસો પહેલા જ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં દ્ગૈંછએ ૧૪ દેશોમાં બેઠેલા ૨૮ ગેંગસ્ટરોની યાદી ગૃહ મંત્રાલય (સ્ૐછ)ને સોંપી હતી. સ્ૐછ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ દ્ગૈંછએ વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં દ્ગૈંછ અન્ય ગેંગસ્ટરો પર પણ મોટી કાર્યવાહી કરી શકે છે. મળતી માહિતી મુજબ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ૪ નામ છે. તેમાંથી અમરીક સિંહ ફિલિપાઈન્સમાં છુપાયેલો છે. દ્ગૈંછએ તેના માટે બિનજામીનપાત્ર વોરંટ (દ્ગમ્ઉ) પણ જારી કર્યું હતું. અને ત્યાં ગેંગસ્ટર હરજાેત સિંહ છે, જે અમેરિકામાં બેસીને તેની ગેંગ ચલાવે છે. દ્ગૈંછએ તેમના માટે દ્ગમ્ઉ જારી કર્યું છે. જ્યારે ફિલિપાઈન્સમાં છુપાયેલો મનદીપ સિંહ ગોલ્ડી બ્રારનો કટ્ટર દુશ્મન છે. તે બહિમ્બા જૂથનો સભ્ય હોવાનું કહેવાય છે. યાદીમાં ચોથું નામ સતનામ સિંહનું છે, જે ગ્રીસમાં બેસીને પોતાની ગેંગ ચલાવી રહ્યો છે. તપાસ એજન્સી આ તમામની વહેલી તકે ધરપકડ કરવા માંગે છે. અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્ટ વોન્ટેડ લિસ્ટ સિવાય પણ ઘણા ગુનેગારોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts