રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગત મીટિંગ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત કરવામાં આવેલ દંડાત્મક કાર્યવાહીના અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. માર્ચ-૨૩માં જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા તમાકુ નિયંત્રણ ધારાની કલમ-૪ અંતર્ગત ૧૦ કેસો નોંધવામાં આવ્યા હતા અને રૂ. ૪૬૦ દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ ખાતા દ્વારા ૪૦ કેસ, નગરપાલિકા દ્વારા ૮ કેસ નોંધવામાં આવ્યા હતા. કુલ મળીને રુ.૧૦ હજાર કરતાં વધુની દંડની રકમ વસૂલવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિષયક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ.જોષી સહિતના અધિકારીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments