રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની તાલીમ યોજાઈ
ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ-અમરેલી દ્વારા અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે જિલ્લાના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને ધૂમ્રપાન,તમાકુના સેવનથી થતા રોગો તથા તેની શારિરીક,માનસિક, આર્થિક અને સામાજિક અસરો, વ્યસન છોડવાના ફાયદા,ઈ-સિગારેટ પર પ્રતિબંધ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અને વ્યસન છોડવા માટે કાઉન્સેલિંગનું મહત્વ વગેરે વિષયક વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને તમામ માહિતી પૂરી પાડીને તેમના માધ્યમથી માહિતી લોકો સુધી પહોંચે અને લોકો વ્યસન મુક્તિ માટે પ્રેરાઈ તે માટે વિસ્તૃત તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તાલીમમાં ઇ.એમ.ઓ.શ્રી, ક્યુ.એમ.ઓ શ્રી તેમજ કાઉન્સેલર અને સોશિયલ વર્કર એન.ટી.સી.પી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.
Recent Comments