રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્નજિલ્લા કલેક્ટરની ઉપસ્થિતમાં ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું
૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ
બાવળીયાની અધ્યક્ષતામાં ભાવનગર ખાતેના પોલિસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે 9 કલાકેયોજાનાર છે.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાનીરાહબરી હેઠળ કાર્યક્રમના સ્થળે યોજવામાં આવ્યું હતુ. જેમા કલેક્ટરએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન,પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, મંત્રી દ્વારા ઉદબોધન, મંત્રીશ્રીનાહસ્તે પ્રમાણપત્રોનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણકર્યું હતું.કલેકટરશ્રીએ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા યોજાયેલ પરેડ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજુ કરવામાં આવેલસાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રીહર્સલમાં ભાગ લેનાર પરેડના જવાનો તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનારશાળાઓ, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, વિધાર્થીઓની પ્રતિભાઓને નિહાળી હતી અનેબિરદાવી હતી. ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠકવ્વસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.આમ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓસંપન્ન કરી દેવામાં આવી હતી.રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ,ઘોડેસવાર યુનિટ, મ્યુઝીક પ્લાટુન સહિતની 7 ટુકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે પોલિસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધીક કલેક્ટર શ્રી ઉમેશ વ્યાસ, મદદનિશકલેક્ટર સુશ્રી પુષ્પલત્તા, નાયબ પોલિસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લાશિક્ષણાધિકારીશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી, મામલતદારશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, સહિતનાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments