અમરેલી

“રાષ્ટ્રીય બાલિકા દિવસ” ઉજવણી અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP સેલ) અમરેલી દ્વારા  તેજસ્વિની જિલ્લા પંચાયત કાર્યક્રમ યોજાયો

સમ્રગ ભારતમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે. વર્ષ-૨૦૧૫માં હરિયાણાથી આ યોજનાનો પ્રારંભ થયો હતો. આ યોજના અન્વયે દીકરીઓને તેના શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. દીકરી જન્મને વધાવવાની સાથે દીકરીઓના સર્વગ્રાહી, કલ્યાણ અને વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.  જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP સેલ) અમરેલી દ્વારા “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તેજસ્વિની જિલ્લા પંચાયત કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની માફક બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં દીકરીઓને વિવિધ હોદ્દાઓ-પદ આપવામાં આવ્યા હતા. કન્યાઓએ જુદી-જુદી પ્રશ્નોત્તરીમાં ભાગ લીઘો હતો. કાર્યક્રમમાં કન્યાઓને નેમ પ્લેટ,  હાઇજીન કિટ, વ્હાલી દીકરીના મંજૂરી હુકમ, દીકરી વધામણા કિટ આપવામાં આવી હતી. મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related Posts