અમરેલી

રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ વનાથી નિવાસ ના જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 21000 વૃક્ષો વાવવા નો સંકલ્પ કરાયો

વિશ્વ પર્યાવરણ દિન ના રોજ અમરેલી ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરડવા ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અમરેલીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉમળકાભેર યોજવામાં આવ્યો હતો.જેમાં અમરેલી શહેરમાં શ્રી ટી પી અને શ્રીમતી એમ ટી ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષ વાવી તેનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ શ્રી વનાથી શ્રીનિવાસના જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 21000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો છે ત્યારે અમરેલી જિલ્લામાં 5100 વૃક્ષ વાવી તેનું જતન કરાશે .આ તકે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી વિણાબેન પ્રજાપતિ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન ડેર, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા ,અમરેલી નગરપાલિકાના સભ્ય આસ્થા બેન ઝાલાવાડીયા ,અમર ડેરીના ડિરેક્ટર અરુણાબેન માલાણી, રેખાબેન કાકડીયા ,કોમલબેન રામાણી, અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય નીકુ બેન પંડ્યા, રેખાબેન પરમાર, અનસુયાબેન શેઠ, નીતાબેન ચત્રોલા તેમજ બહોળી સંખ્યામાં મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

Related Posts