રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વડાપ્રધાન મોદીનુ સંબોધન ભારત પોતાના સ્વપનોથી પણ યુવા છે : વડાપ્રધાન મોદી

વર્ષ ૨૦૨૨ ભારતના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના યુવાનોએ દેશ માટે જીવવું છે અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના પૂરા કરવા છે, યુવાનોની તાકાત ભારતને વધુ ઉંચાઈ પર લઈ જશે. ૧૩ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા સમિટનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય વ્યાપક અને અરસપરસ અભિગમ દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે. યુવા કલ્યાણ વિભાગ યુવાનોની પ્રતિભાને નિખારવા માટે આવી સ્પર્ધાઓનું આયોજન કરે છે.રાષ્ટ્રીય યુવા દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જાે ભારતના યુવાનોને ટેક્નોલોજીમાં રસ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં શ્રમ શક્તિ છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. તેથી જ ભારત આજે જે બોલે છે તેને દુનિયા આવતીકાલનો અવાજ માને છે.તમને જણાવી દઈએ કે, ઁસ્એ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરીમાં ૨૫માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતુ. ઉપરાંત આજે તેઓ તમિલનાડુમાં ૧૧ નવી સરકારી મેડિકલ કોલેજાેનું ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, ૧૨ જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સંબોધન કરતા દેશના ઘડતરમાં યુવાઓનો મહત્વનો ફાળો ગણાવ્યો છે.ઉપરાંત તેમણે જણાવ્યુ કે, યુવાઓએ હંમેશા શાનદાર કામ કર્યુ છે.
Recent Comments