અમરેલી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની નિર્ભયતા ન્યાય પાલિકાની આંખો ભીંજવી…” નથી ખબર અમારે પંથ શી આફત ખડી છે ખબર એટલી છે માત ની હાકલ પડી છે “

રાષ્ટ્રીય શાયર ની ૧૨૫ મી જન્મ જ્યંતી એ તેમની નિર્ભયતા હાજર જવાબી પણું ન્યાય પાલિકા માં વ્યથા ની ગાથા રજૂ કરનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની ધરપકડ કરીને તેમને ધંધુકા અદાલતમાં રજુ કરવામાં આવ્યા. અદાલતમાં  તેમના ઉપર લોકોને સરકાર સામે ઉશ્કેરવાનું કરવાનું તહોમતનામું મૂકવામાં આવ્યું, રિવાજ મુજબ મેઘાણીને તેમનો બચાવ કરવો હોય તો કરવા કહ્યું, મેઘાણીએ પોતાના બચાવમાં એક પ્રાર્થના ગાવાની મંજૂરી માગી, સાધારણ રીતે આવી મંજૂરી અપાતી નથી હોતી, પરંતુ મેઘાણીની પ્રભાવી પ્રતિભા એવી જ હતી કે ન્યાયાધીશ નામે ઈશાનીએ મેઘાણીને ગાવા માટે રજા આપી. ત્યાર પછી મેઘાણીએ  સૌ પ્રથમ પોતાનું નિવેદન વાંચ્યું અને પ્રાર્થના ગાઈ. “હજારો વર્ષની જૂની  વેદના કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંસમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ!”આ રીતે શરૂઆત કર્યા પછી જેમ જેમ પ્રાર્થના આગળ ચાલી તેમ તેમ  અદાલતમાં માનવ મેદની પૈકી સેંકડો આંખો  ભીની થવા માંડી.

એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ ગવાઈ નહીં પણ  ખરેખર તો મેઘાણીનો આર્તનાદ સંભળાયો,  ત્યાં સેંકડો ભાઈ બહેનોની આંખો,  રૂમાલ, પહેરણની ચાળો અને સાળુ(સાડલા)ના પાલવો નીચે છુપાઈ, અને પછી -“પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –”એ પંક્તિ આવી,  ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાના દ્વાર ખડકાયેલા ને ચોમેર ઓસરીમાં ઊભેલાં ભાઈ-બહેનોનાં ડુસકા પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હિબકા ભરવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રૂદનના સ્વરો ગાજવા લાગ્યા અને છેલ્લે “સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા” એ પંક્તિ આવી [એ પછી ] શ્રી મેઘાણી પોતાના આસને બેઠા,  ત્યારે તો  ખરેખર એ માનવ મેદની રોતી  જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં અને આર્તનાદોથી કંપતુ રહ્યું  એમ કહેવાય છે કે ન્યાયાધીશ ઈશાનીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા  અદાલતની આ ઘટનાની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી કે અદાલતના ઈતિહાસમાં આવી ઘટના બે વાર જ બની છે એક ધંધુકાની અદાલતમાં અને બીજી કદાચ લેટિન અમેરિકાના કોઈ દેશની અદાલતમાં જો કે*હજારો વર્ષની જૂની અમારી વેદના;


કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ!અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!તૂટે છે આભ ઊંચા આપણા આશામિનારા,હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા,

Related Posts