રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ગઝલ પર ઓનલાઈન પરિસંવાદ
રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી (દિલ્હી) ની વેબલાઈન સાહિત્ય શૃંખલા અંતર્ગત ‘ગુજરાતી ગઝલ : એક પરિદૃશ્ય’ વિષય પર આજે મંગળવાર ૨૭ એપ્રિલે બપોરે બે વાગ્યે એક લાઈવ પરિસંવાદ અકાદેમીની યુ ટ્યુબ ચેનલ પર યોજાયો છે. આ પરિસંવાદમાં જાણીતા ગઝલકાર અને વક્તાઓ સર્વશ્રી શકીલ કાદરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને રઈશ મનીઆર વક્તવ્યો આપશે તેમજ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી (દિલ્હી)ના ગુજરાતી ભાષાના કન્વીનર અને પ્રસિદ્ધ કવિ વિનોદ જોશી પરિસંવાદની અધ્યક્ષતા કરશે. સાહિત્ય અકાદેમીની વેબસાઇટ પરથી પણ આ પરિસંવાદમાં જોડાઈ શકાશે.
Recent Comments