રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના આશિર્વાદ પ્રાપ્ત થયા
રાજકોટ ‘ગૌ ટેક – 2023’ અંગે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના આશિર્વાદ પ્રાપ્ત થયા ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. આ આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવશે. અહી સૌ એક પરિસરમાં એકસાથે આમંત્રિત કરવામાં આવશે.
‘ગૌ ટેક – 2023’ ની વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સરકાના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકાના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં રમેશભાઈ ઠક્કરની રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. ગાયનું મહત્વ વધારવા અંગે ‘ગૌ ટેક – 2023’નું જે આયોજન થયું છે તે બદલ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબે આશિર્વાદ પાઠવ્યા છે.
Recent Comments