fbpx
ગુજરાત

રાસાયણિક ખાતરમાં ભાવ વધારાથી ખેડુતોને વધુ એક માર…!

પ્રધાનમંત્રી દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી.પરંતુ હાલ ની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતી માં ઉપયોગી સાધનો અને ચીજ વસ્તુઓના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેડૂતો ની આવક ઓછી થઈ ગઈ છે.

ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતા ટ્રેક્ટર,વોટર પંપ, બિયારણ,પેસ્ટીસાઇઝે જેવા સાધનો અને ચીજવસ્તુઓ ઉપર નો ય્જી્‌ નાબૂદ કરવો જાેઈએ જેથી ખેડૂતોને આર્થિક રીતે લાભ થઈ શકે.ખેતી માં વપરાતા દ્ગઁદ્ભ ખાતરના ભાવમાં રૂપિયા ૨૬૫ ,છઁદ્ભ ખાતરમાં રૂપિયા ૨૬૫ , સરદાર છઁદ્ભ ના ભાવમાં રૂપિયા ૧૨૫,સરદાર છઁજી ના ભાવમાં રૂપિયા ૭૫,નર્મદા ફોસફેટના ભાવમાં રૂપિયા ૨૦૦,સલ્ફેટના ભાવમાં રૂપિયા ૪૦ તથા પોટાશ ના ભાવમાં રૂપિયા ૧૦૦ નો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. બિયારણ અને પેસ્ટીસાઇઝના ભાવ માં પણ વધારો થયેલ છે.ખેતી કરવામાં ઉપયોગી ટ્રેક્ટર અને અન્ય સાધનોનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.

એક બાજુ ખેતી સાથે સંબંધી તમામ વસ્તુઓ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના ઉત્પાદિત શેરડી,ડાંગર,કપાસ ,મગફળી સહિતના પેદાશોના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના માજી વિપક્ષના નેતા અને સહકારી ખેડૂત આગેવાન દ્વારા આ મામલે રજૂઆતો કરવામાં આવી છે. સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે સરકાર દ્વારા ખેત ઉત્પાદના ટેકા ના ભાવ તો જાહેર કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા ખેતીમાં ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગર ના પ્રતિ કવીંટલે ૨૦૦ થી ૨૫૦ રૂપિયા ભાવ ખેડૂતો ને ઓછા મળ્યા છે જ્યારે જ્યારે વ્યાજનું ભારણ અને સબસિડી મળવામાં વિલંબ થવાના કારણે શેરડીમાં ૪૦૦ થી ૪૫૦ રૂપિયા પ્રતિ ટને ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે.

ખેતીમાં ઉપયોગી વસ્તુઓના ભાવમાં સતત વધારો અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતોને નહીં મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાત સરકાર દ્વારા શેરડી ઉપર ૨% વેચાણ વેરો(ય્જી્‌) લેવામાં આવે છે.ભારતના અન્ય કોઈ પણ રાજ્યમાં સદર ૨% વેચાણ વેરો (ય્જી્‌)વસુલ કરવામાં આવતો નથી.આ વેચાણ વેરા (ય્જી્‌)નું ભારણ પણ ખેડુતો ઉપર પડી રહ્યું છે. જેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે.ખેડૂતોના હિતને ધ્યાને રાખી ગુજરાત સરકારે તત્કાલ શેરડી વેચાણ ઉપર લેવામાં આવતો ૨% વેચાણ વેરો (ય્જી્‌)નાબૂદ કરવો જાેઈએ. ગુજરાત સરકાર દ્વારા રાસાયણિક ખાતર ઉપર ૫% વેચાણ વેરો (ય્જી્‌)વસુલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં એક કે બે રાજ્યો સિવાય કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા રસાયણિક ખાતર ઉપર વેચાણ વેરો વસુલ કરવામાં આવતો નથી. સરકારે આ બાબતે પણ ગંભીતા દાખવી ખાતર ઉપરનો ૫% વેચાણ વેરો (ય્જી્‌) નાબૂદ કરવો જાેઈએ જેથી ખેડૂતોને રાહત અપાવી શકાય.

Follow Me:

Related Posts