fbpx
અમરેલી

રાસાયણીક ખાતરજંતુનાશક દવા અને બિયારણની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવા અપીલ

અમરેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રાસાયણીક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવા અપીલ કરવામાં આવી છે. બીલ વગરની તેમજ ભળતા નામવાળી કોઇપણ વસ્તુની ખરીદી કરવી નહી. કોઇપણ પ્રકારના ભ્રામક પ્રચાર જેવા કે સોશિયલ મીડીયાના પ્રચારમાં આવી બિયારણની ખરીદી કરવી નહી. બિયારણ હંમેશા પાકા બીલથી જ ખરીદી કરવી અને બીલ વગરની કોઇપણ જાતની ખરીદી કરવી નહી. બિયારણની ખરીદી સરકાર માન્ય થયેલ ભાવે જ કરવી. ચાલુ વર્ષ બી. ટી. કપાસ-૨ નો સરકાર માન્ય ભાવ રૂ. ૮૧૦ રૂપીયા છે. તેમજ રાસાયણીક ખાતરનાં નામે ગામડે સીધુજ સોઇલ કન્ડીસનરનું બીલ વગર કોઇ વેચાણ કરતુ હોય તો તેવુ ક્યારેય ખરીદવુ નહી. આ અંગે વધુ માહીતી માટે નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ની કચેરી, જિલ્લા સેવા સદન, અમરેલી અથવા જે તે તાલુકાનાં ખેતીવાડી અધિકારીશ્રી નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts