રાહતના સમાચારઃ ૨૪ કલાકમાં ૨.૫૭ લાખ કોરોના પોઝિટિવ કેસ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/05/Corona-Test-11.jpg)
છેલ્લા ૬ દિવસથી સતત નવા કોરોના કેસ ૩ લાખની નીચે નોંધાઈ રહ્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શુક્રવારે એક દિવસમાં દેશમાં કુલ ૨,૫૭,૨૯૯ કેસ નોંધાયા હતા. જે ગુરુવારના ૨,૫૯,૫૫૧ લાખ કરતા થોડા ઓછા છે. આ સાથે દેશનો ટોટલ કેસ લોડ ૨૬,૨૮૯,૨૯૦ થઈ ગોય છે. જાેકે દૈનિક મોતના આંકડા હજુ પણ ચિંતા જનક છે. છેલ્લા ચોવિસ કલાકમાં મૃત્યુઆંક વધુ એકવાર ૪૦૦૦ કરતા વધારે ૪૧૯૪ રહ્યો છે. જેના કારણે દેશમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક ૨,૯૫,૫૨૫ થઈ ગયો છે.
આઇસીએમઆરના આંકડા મુજબ દેશમાં ૨૧ મે શુક્રવાર સુધીમાં કુલ ૩૨,૬૪,૮૪,૧૫૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦,૬૬,૨૮૫ ટેસ્ટ શુક્રવારના દિવસે કરવામાં આવ્યા છે.
જાેકે દેશમાં બીજી લહેરના વળતા પાણી શરું થયા હોય તેવું આંકડા જાેતા લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્રેશ કેસના આંકડા સતત ઘટતા એક્ટિવ કેસમાં પણ ઘટાડો આવ્યો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૨૯,૨૩,૪૦૦ સુધી ઘટ્યો છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલા લોકોનો કુલ આંકડો વધીને ૨,૩૦,૭૦,૨૬૫ થયો છે.
આ મહિનામાં બીજી લહેર તેના પીક સુધી પહોંચી ત્યાં સુધીમાં સંક્રમણ એ હદે ફેલાયું છે કે દેશમાં મહામારી શરું થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જાે કોઈ મહિનો સૌથી વધુ ઘાતક રહ્યો હોય તો તે મે મહિનો છે.
મે મહિનામાં અત્યાર સુધીમાં ૨૧ દિવસમાં કુલ ૭૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. જે ગત મહિનાના આખા એપ્રિલમાં નોંધાયેલા ૬૯.૪ લાખથી વધુ છે. ગત વર્ષે મહામારી દેશમાં શરું થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ કેસના ૨૭ ટકા તો એકલા મે મહિનામાં નોંધાયા છે. આ મહિને અત્યાર સુધીમાં એબ્સેલ્યુટ આંકડો જાેઈએ તો ૭૧.૩ લાખ જેટલો છે.
આ તો વાત થઈ ખાલી પોઝિટિવ કેસની મે મહિનામાં મૃત્યુ આંક આના કરતા પણ વધારે છે. આ મહિને અત્યાર સુધીમાં કુલ ૮૫,૧૩૫ લોકોનો મોત સરકારી ચોપડે નોંધાયા છે. જે ગત મહિનાના ૪૮,૭૬૮ જેટલા કેસ નોંધાયા હતા. સરેરાશ જાેઈએ તો દેશમાં મે મહિનામાં દરરોજ ૪૦૦૦ જેટલા મૃત્યુ નોંધાયા છે. જાેકે આ ડેટામાં કેટલાક જૂન મૃત્યુ આંક પણ છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ પ્રકારનો તફાવત ડેટાને એકત્રિત કરવામાં લાગતા વધુ સમયને લઈને છે.
Recent Comments