રાહુલ ગાંધીએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યું સંબોધન
રાહુલ ગાંધીનો વધુ એક વિદેશ પ્રવાસ ચર્ચામાં છે. તેઓ અમેરિકા પહોંચી ગયા છે. રાહુલ સ્વદેશી મુદ્દાઓ પર સતત વિદેશી ધરતી પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે એક દિવસ પહેલા કેલિફોર્નિયામાં ભારતીય સમુદાયોને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ માને છે કે તેઓ ભગવાન કરતા વધારે જાણે છે. આજે રાહુલ યુએસની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લોકોને મળી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફરી સત્તાધારી પક્ષ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારા વિશે એક પ્રસ્તાવના સાંભળી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે હું પહેલા સંસદસભ્ય હતો. તેમણે કહ્યું કે મેં ૨૦૦૪માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો, પછી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કંઈક કહીને તમારૂ સંસદ સભ્ય પદ જઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ બન્યા હતા. પરંતુ મોદી અટક પર ટિપ્પણી કરવાના મામલે કોર્ટે તેમને આરોપી બનાવ્યા છે. આ પછી તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અમેરિકામાં આ જ વાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. આ બધો ડ્રામા ૬ મહિના પહેલા શરૂ થયો હતો. આજે સમગ્ર વિપક્ષો ભારતમાં સંઘર્ષ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા દેશમાં લોકશાહીને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. કોઈ સંસ્થા કામ કરવા સક્ષમ નથી. તેમણે કહ્યું કે લોકશાહીનો મતલબ માત્ર વિરોધ કરવાનો નથી, પરંતુ લોકશાહીનો અર્થ એ છે કે સંસ્થાઓએ વિપક્ષને સમર્થન આપવું જાેઈએ. રાહુલે કહ્યું કે આપણા દેશની સંસ્થાઓ સંપૂર્ણપણે બીજાના હાથમાં છે. તેણી તેની ભૂમિકા ભજવી રહી નથી. પછી અમે નક્કી કર્યું કે અમે આખા દેશમાં જઈશું. આ વિચાર સાથે ભારત જાેડો યાત્રા શરૂ થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે ૧૨૫ લોકો સાથે શરૂ થયેલી યાત્રા લાખો સુધી પહોંચી. ઘણા લોકોએ પૂછ્યું કે આ પ્રવાસમાંથી શું શીખવા મળ્યું. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. અમે લોકોને એગ્રીકલ્ચરથી લઈને હેલ્થકેરથી લઈને એજ્યુકેશન સુધીની દરેક બાબતો વિશે જણાવ્યું. આપણા દેશમાં રાજકારણ અને સામાન્ય લોકો વચ્ચે બહુ મોટું અંતર છે. તેમણે કહ્યું કે પોલીસ, મીડિયા, સોશિયલ મીડિયા, સંસ્થાઓ તમામ સરકાર સાથે છે. તેમની પાસે શક્તિ હતી, બળ હતું, પરંતુ અમને રોકી શક્યા નહીં.
Recent Comments