રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, કહ્યુ – મોદી સરકારે ટેક્સ વસૂલીમાં પીએચડી કરી લીધુ
ગયા વર્ષે મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. તેના કારણે સામાન્ય જનતા સામે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. ધીમે-ધીમે સ્થિતિ પાટા પર આવી રહી હતી કે કોરોનાની બીજી લહેરે બચેલી આશાઓ પર પણ પાણી ફેરવી દીધુ. જનતાને લાગી રહ્યુ હતુ કે સરકાર આ મુશ્કેલીમાંથી સમયસર બહાર નીકળવામાં મદદ કરશે પરંતુ ઉલટાનુ સરકાર તરફથી ટેક્સનો બોજાે લાદી દેવામાં આવ્યો છે. જેના માટે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ ટિ્વટર પર એક રિપોર્ટ શેર કર્યો છે જે મુજબ ભારત સરકારને આવકવેરાથી ૪.૬૯ લાખ કરોડ રૂપિયા મળ્યા જ્યારે ખાનગી કંપનીઓએ ૪.૫૭ લાખ કરોડ કૉર્પોરેટ ટેક્સ જમા કર્યો. વળી, બીજી તરફ હાલમાં વધુ ટેક્સ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી અને વેટ રૂપે ૫.૨૫ લાખ કરોડ રૂપિયા જનતાએ ચૂકવ્યા છે. આ આંકડા માત્ર ડિસેમ્બર ૨૦૨૦સુધીના છે જેમાં જાન્યુઆરીથી માર્ચવાળા ત્રિમાસિક શામેલ નથી. આ રિપોર્ટને આધાર બનાવીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધીને લખ્યુ કે કેન્દ્રએ ટેક્સ વસૂલીમાં પીએમડી કરી રાખ્યુ છે.
બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ કે મોદી સરકારના વિકાસના આ હાલ છે કે જાે કોઈ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો સમાચાર બની જાય છે. એ પહેલા એક બીજા ટિ્વટમાં લખ્યુ હતુ કે મહામારી, મોંઘવારી, બેરોજગારી-જે બધુ જાેઈ પણ બેઠા છે મૌન, જન-જન દેશની જનતા છે, જવાબદાર કોણ?
Recent Comments