fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસમાં સંજીવની રેડવાનો પણ પ્રયત્ન કર્યો હતો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી બાદ પહેલીવાર હાલમાં જ શનિવારે ગુજરાત આવ્યા હતા. તેમના આગમન પહેલા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર તોડફોડની ઘટના ઘટી હતી. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર આરોપ લગાવ્યો હતો જ્યારે ભાજપે કોંગ્રેસ પર પથ્થરમારાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસમાં સંજીવની રેડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને હવે પછીની ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવાનો પણ દાવો કર્યો. ત્યારે એ જાણવું રસપ્રદ રહે છે કે લોકસભા ચૂંટણીમાં જે રીતે ઈન્ડિયા ગઠબંધનને સફળતા મળી તે રીતે શું ગુજરાતમાંથી ભાજપને સાફ કરવો એ શક્ય છે?

લોકસભા ચૂંટણીમાં જે રીતે ઈન્ડિયા ગઠબંધનને મોટેપાયે સફળતા મળી છે તે જ શું ગુજરાતમાં પણ સફળતા મળે? જાે મળે તો ભાજપનો સફાયો થઈ શકે. જાે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન આવે તો મોદીનું કેન્દ્રમાં સત્તા પર રહેવું પણ મુશ્કેલ બની શકે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ એક ફોર્મ્યૂલા બનાવ્યો છે તે છે યુપી ગુજરાત=ભાજપ સાફ. તમને પણ એ સવાલ થતો હશે કે રાહુલ ગાંધી આજકાલ યુપી અને ગુજરાતની વાતો કેમ કરે છે? કેમ આ બે રાજ્યોને આટલું મહત્વ અપાઈ રહ્યું છે. ૨૦૧૪માં ભાજપે જ્યારે કેન્દ્રમાં સરકાર બનાવી હતી ત્યારે તે પહેલા તેમની પણ એક રણનીતિ હતી. મોદીએ બે બેઝ બનાવ્યા હતા. એક ઉત્તર પ્રદેશ અને બીજાે ગુજરાત. બંને રાજ્યો માટે રણનીતિ તૈયાર કરી હતી અને તેની પાસેના રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સીટો જીતી. ૨૦૧૩માં તેમણે અમિત શાહેને ત્યાં મોકલ્યા હતા. ૨૦૧૪માં પીએમ મોદી વડોદરાથી પણ ચૂંટણી લડ્યા અને વારાણસીથી પણ. જેનું પરિણામ એ આવ્યું કે યુપીમાં ૮૦માંથી ૭૩ સીટો જીત્યા અને ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટો મેળવી. એટલે કે યુપી અને ગુજરાતને બેઝ બનાવીને મોદી-શાહની જડીએ આજુબાજુના રાજ્યોમાં પણ પરચમ લહેરાવ્યો અને બધી મળીને કુલ ૨૪૯ સીટો જીતી.

રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીના આ બે બેઝ એટલે કે ગુજરાત અને યુપીને તોડવા પર ફોકસ કરી રહ્યા છે. હાલમાં રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. હવે એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે શું મોદીને યુપી અને ગુજરાતમાં હરાવી શકાય ખરા? રિપોર્ટમાં મોદીના સૌથી ખાસ ગણાતા જયનારાયણ વ્યાસ જે હવે તેમની સાથે નથી તેમને ટાંકીને કહેવાયું છે કે મોદીને ગુજરાતમાં હરાવી શકાય. યુપીના રાજકીય સલાહકાર પ્રોફેસર રવિકાંતે પણ કહ્યું કે રાહુલ ગાંધી અખિલેશ યાદવે કાસ્ટ સેન્સેસનો મુદ્દો, અનામત વધારવાનો મુદ્દો, દલિતોનો મુદ્દો, સોશિયલ જસ્ટીસનો મુદ્દો ઉઠાવીને માહોલ બનાવ્યો હતો. આ કારણે દલિતો અને માઈનોરિટીના મત રાહુલ ગાંધીને ગયા. મીડિયા રિપોર્ટમાં જય નારાયણ વ્યાસને ટાંકીને કહેવાયું છે કે ગુજરાતમાં મોદીને હરાવી શકાય છે.

તેમણે કહ્યું કે છેલ્લા બે વખતથી ગુજરાતમાં બનેલી સરકાર નકામી નિવડી છે. તેમણે કહ્યું કે એવું માની લેવું કે ભાજપ માટે અહીં બધી ચીજાે તૈયાર છે તો તે ખોટું છે. કોંગ્રેસના મત વધ્યા છે અને આગળ પણ વધશે. અત્રે જણાવવાનું કે એક સમયે ગુજરાત સરકારમાં જય નારાયણ વ્યાસ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. વ્યાસે એમ પણ કહ્યું કે અલગ અલગ પાર્ટી હોવાના કારણે કોંગ્રેસના મત વહેંચાઈ જતા હતા. પરંતુ હવે બધા સાથે આવી જવાથી મત ઈન્ડિયા ગઠબંધનને જશે. જાે મત ન વહેંચાયા તો ૧૦૦ ટકા ભાજપ સામે કોંગ્રેસ જીતશે. તેમણે કહ્યું કે અમિત શાહ મોદીનું કોમ્બિનેશન છે જાે આ બંને અલગ અલગ થઈ ગયા તો..તે ક્યારેય જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ સંગઠન પોતાના નામ પર ખરું ઉતર્યું તો કોંગ્રેસ અત્યારે પણ ગુજરાતમાં સત્તાનું સિંહાસન મેળવી શકે છે. બીજી બાજુ પ્રોફેસર રવિકાંતે કહ્યું કે દલિત પછાત વર્ગ અને માઈનોરિટી ઈન્ડિયા ગઠબંધન સાથે રહ્યા તો યુપીમાં યોગીજીનું પત્તું સાફ થઈ શકે.

Follow Me:

Related Posts