fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીના આ આક્ષેપો પર ભાજપે પણ જડબાતોડ જવાબ આપ્યા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આપણે લોકોએ હમણા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જાેઈ. રાહુલ ગાંધી ગભરાયેલા અને ડરેલા છે. મોંઘવારી અને બેરોજગારી પર જ્યારે ચર્ચા થાય છે ત્યારે તેઓ આવતા નથી, ગૃહની બહાર જતા રહે છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સ્પષ્ટપણે જૂઠ્ઠુ બોલ્યા છે. હજુ ૨ દિવસ પહેલા જ ગૃહમાં ચર્ચા થઈ તેમાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ ભાગ લીધો કે નહીં?

નીચલા સ્તરના આરોપો લગાવ્યા કે નહીં? રાહુલ ગાંધીએ એ જૂઠ્ઠુ કેમ બોલ્યા કે તેમને બોલવા દેવામાં નથી આવતા? એ દેશને બતાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા એક બહાનું છે, સાચુ કારણ ઈડ્ઢને ધમકાવી, ડરાવી અને પરિવારને બચાવવાનો છે. આ અસલ કારણ છે. અત્રે જણાવવાનું કે આજે સવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જે ૭૦ વર્ષમાં કમાણી કરી હતી તે ૮ વર્ષમાં ખતમ થઈ ગયું. ભારતે લગભઘ એક સદી પહેલા જે ઈંટ-પથ્થરથી બનાવ્યું હતું તે તમારી આંખ સામે નષ્ટ થઈ રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં તાનાશાહીનું રાજ છે. દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે. અમને બોલતા રોકવામાં આવે છે. અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે ડરે છે તે ધમકાવે છે. તેમણે કહ્યું કે અમે લોકતંત્રનું મોત જાેઈ રહ્યા છીએ. ભારતે લગભગ એક સદી પહેલા જે ઈંટ પથ્થરથી બનાવ્યું હતું તે તમારી આંખો સામે નષ્ટ થઈ રહ્યું છે.

જે કઈ પણ તાનાશાહની શરૂઆતના વિચાર વિરુદ્ધ ઊભો થાય છે, તેના પર શાતિર હુમલો થાય છે. જેલમાં નાખવામાં આવે છે, ધરપકડ કરાય છે અને પીટવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પર આક્રમણ થાય છે તો મને ખુશી થાય છે. આજે સંસદમાં મુદ્દાઓ પર ચર્ચા થતી નથી. આજે કોઈ પણ સંસ્થા સ્વતંત્ર નથી રહી. આજે સૌથી વધુ બેરોજગારી હિન્દુસ્તાનમાં છે. તે લોકો ૨૪ કલાક ખોટું બોલે છે. વિરોધ કરો તો જેલમાં મોકલી દેવાય છે.

Follow Me:

Related Posts