fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર સાધ્યુ નિશાન કેમ ઘણા તાનાશાહોના નામ એવા છે જે ‘M’થી શરૂ થાય છે?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને તેમની સરકાર પર ટિ્‌વટર દ્વારા નિશાન સાધતા રહે છે. તેમની લેટેસ્ટ ટિ્‌વટ પર આ તરફ જ ઈશારો કરે છે. જાે કે પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ નથી લીધુ પરંતુ તેમનો ઈશારો તેમના તરફ જ છે. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ લખ્યુ છે કે છેવટે બધા તાનાશાહોના નામ ‘એમ’થી જ કેમ શરૂ થતા હોય છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વીટમાં એફ.માર્કોસ (ફિલિપાઈન્સ), બી. મુસોલિની (ઈટલી), એસ. મિલોસેવિક (સર્બિયા), હુસ્ની મુબારક (મિસ્ત્ર), મોબુતૂ (કાંગો), મિશેલ મિકોમબેરો (બુરૂંડી), પરવેજ મુશર્રફ ( પાકિસ્તાન)નું નામ સામેલ કર્યુ છે.

રાહુલ ગાંધીનુ આ ટિ્‌વટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે, લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા બજેટ વિશે લખ્યુ હતુ કે ચીને ભારતની ભૂમિ પર કબ્જાે કરી લીધો અને આપણા સૈનિકોને શહીદ કરી દીધા. વડાપ્રધાન એમ ફોટો-ઑપ માટે તેમની સાથે દિવાળી મનાવે છે. તેમણે જવાનો માટે રક્ષા બજેટ કેમ નથી વધાર્યુ? તમને જણાવી દઈએ કે ટિ્‌વટ દ્વારા સતત રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવામાં લાગ્યા છે.

Follow Me:

Related Posts