રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની જાહેર સભામાં આવેલા એક વૃદ્ધ કોંગ્રેસ સમર્થકને અકસ્માત થતાં પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં રાત્રે મળવા પહોંચ્યા

ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે લાલગંજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જાહેર સભામાં આવેલા એક વૃદ્ધ કોંગ્રેસ સમર્થકના પગ પર કોલેજની દિવાલનો થાંભલો પડયાની ઘટના બની હતી જેમાં વૃદ્ધ વ્યક્તિના પગમાંથી લોહી નીકળ્યું હતું. તેમને સારવાર માટે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી યોગ્ય સારવાર ન મળતા પરિવારે વૃદ્ધને જેલ રોડ પર સ્થિત ર્નસિંગ હોમમાં દાખલ કર્યા હતા. મંગળવારે રાત્રે પ્રિયંકા ગાંધી ઘાયલ વૃદ્ધ વ્યક્તિને જોવા માટે ર્નસિંગ હોમ પહોંચ્યા હતા. તેમની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટને વધુ સારી સારવાર આપવા કહ્યું. સારેની પોલીસ સ્ટેશન વિસ્તારના સુબ્બા ખેડા ગામના રહેવાસી લાલગંજની બૈશ્વરા ઈન્ટર કોલેજમાં રાહુલ ગાંધીની ચૂંટણી રેલીમાં ગયા હતા.

રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી ચૂંટણી રેલી માટે રાયબરેલીના લાલગંજ પહોંચ્યા હતા. રેલી બાદ અહીં જાહેર સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ ભાગ લીધો હતો. જેમાં છટૌના પોલીસ સ્ટેશન વિસ્તારના સારેનીમાં રહેતી જલીપા નાઈ પણ રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા આવી હતી, પરંતુ ઘરે પરત ફરતી વખતે રસ્તામાં તેનો અકસ્માત થયો હતો. જેમાં તે ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી રાત્રે જ તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
પ્રિયંકા ગાંધીનો હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમા તેઓ ભાઈ રાહુલ ગાંધીની રેલીમાં આવેલ વૃદ્ધ ની ખબર જાણવા રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેના પરિવારને હિંમત આપી.

Related Posts