fbpx
ગુજરાત

રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાજનીતિ કરે છે અને અમે વિકાસ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંઘી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરતામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ અત્યારે આ મામલો પોતાની પ્રતિક્રિયાઓ આપી છે સાથે કટાક્ષ પણ કર્યો છે.  ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, મંત્રી ઋષિકેશ પટેલે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર પોતાનું નિવેદન આપ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાના સ્વપ્ન જોવે છે. પરંતુ કોંગ્રેસની સરકાર બનવાના રાહુલના દાવા પોકળ સાબિત થયાના છે. આ સાથે રાહુલ ગાંધી પર નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ અને કોંગ્રેસ રાજનીતિ કરે છે અમે વિકાસ કરીએ છીએ. ઋષિકેશ પટેલે મંદિરને લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરી મજાક ઉડાવી હતી કે, ‘રાહુલ ગાંધીને એ બાબત નો પણ ખ્યાલ નથી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય નહી કે ઇનોગ્રેશન’

આ સાથેજ સહકાર ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનો હેતું યોગ્ય નથી. તેમણે દેશની સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. દિલીપ સંધાણીએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, તેમની માનસિકતા દેશ વિરોધી છે. તેમની હિંદુ વિરોધી માનસિકતાને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. હિંદુ સૌને સાથે લઈને ચાલનારો ધર્મ છે.

Follow Me:

Related Posts