fbpx
ગુજરાત

રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહે છે, ૫ વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ૭ મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી આડે હવે એક અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે. તે દરમિયાન દરેક રાજકીય પક્ષો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદના નરોડામાંકેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતું.

કેન્દ્રીયગૃહમંત્રીશ્રી એ કહ્યુ હતું કે, હું આપ સૌને હસમુખ પટેલને જીતાડવાની અપીલ કરું છું. બે તબક્કાના મતદાનમાં ૧૦૦ થી વધુ બેઠકો આવશે એ નક્કી છે, ૪૦૦ થી વધુ બેઠકોનોલક્ષ્યાં ક પૂરો કરવાનું શરૂ થયું છે. દેશભરમાં મોદી મોદીનો જ નારો છે. ગુજરાતની ૨૫ બેઠકો જીતવાનો સંકલ્પ છે. નરેન્દ્રમોદીનારાજમાં ગુજરાતમાં કફ્ર્યૂ અને હુલ્લડથી મુક્તિ મળી છે. ગુનેગારોનેજેલનાસળિયા પાછળ ધકેલ્યાં છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર આપણું જ છે. નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. ૩૭૦ ની કલમ હટાવવાનું કામ નરેન્દ્રમોદીની સરકારે કર્યું. રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, ૫ વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથી. ફરી મોદી સરકાર બનશે ત્યારે બે જ વર્ષમાં નક્સલવાદ ખતમ કરી દઈશું.

Follow Me:

Related Posts