૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીએ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને ભાજપને પછાડી જંગી બહુમતી મેળવીને રાજ્યની સત્તા પુનઃ પોતાના હાથમાં લીધી હતી, ત્યારથી જ મમતા બેનરજી એક રાષ્ટ્રીય નેતા તરીકે અને વિરોધપક્ષના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ગઇકાલે ભવાનીપુર ખાતે આયોજિત એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે દેશને પાકિસ્તાન કે તાલિબાન નહી બનવા દે. તે સાથે તેમણે ભાજપ ઉપર સમાજમાં ભાગલા પડાવવાનો આરોપ મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મોદી આજે ૭૧વર્ષના થયા. દેશભરમાં તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. શિવસેનાના સાંસદ અને સંજય રાઉત કે જેઓ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત છે તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશમાં એક મહાન નેતા છે. તે હવે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે તેમના સંઘર્ષને નજીકથી જાેયો છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશે રાજકીય સ્થિરતા પ્રાપ્ત કરી છે. એ સ્વીકારવું જ જાેઇએ કે મોદીનો સત્તામાં એકતરફી ઉદય મોદીના નેતૃત્વ અને લોકપ્રિયતાની પરાકાા છે. દેશમાં નરેન્દ્ર મોદી જેવો બીજાે કોઈ નેતા નથી.
તેમની ભૂમિકા અને કામને લઈને ગમે તેટલો વિવાદ હોય તો પણ, હું તેમને દેશના વડાપ્રધાન તરીકે શુભેચ્છા પાઠવું છું અને તેમને સમૃદ્ધ જીવનની શુભેચ્છા આપૂ છું.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદીની સામે વિરોધપક્ષના નેતા તરીકે તૃણમૂલ કોંગ્રેસે ગુરૂવારે મમતા બેનરજીને ગુરૂવારે પ્રોજેક્ટ કર્યા હતા. તે સાથે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય નેતા તરીકેની વિશ્વસનિયતા પ્રત્યે પણ પક્ષે મજાક ઉડાવી હતી. અહીં આયોજિત એક સમારંભને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપ્ધાયાયે કહ્યું હતું કે અમે કોંગ્રેસ વિનાના વિપક્ષી મોરચાની વાત જ નથી કરતાં, પરંતું હું છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું નિરિક્ષમ કરી રહ્યો છું અને મને જણાયું છે કે તે પોતાની જાતને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે વિકસાવી શક્યા નથી.
આજે આખો દેશ મમતા બેનરજીને ઇચ્છી રહ્યો છે અને અમે મમતા બેનરજીના ચહેરાને જ આગળ ધરીને અમારૂં ચૂંટણી અભિયાન ચલાવીશું. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને હરાવી શકે નહીં, જ્યારે સામ્યવાદી પાર્ટીઓનું મૂલ્ય હાલ ઝીરો થઇ ગયું છે એમ તૃણમૂલના નેતાએ કહ્યું હતું. યાદ રહે કે તૃણમૂલ કોંગ્રેસના કેટલાંક નેતાઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિરોધપક્ષના નેતા તરીકે લમમતા બેનરજીનો ચહેરો આગળ કરી રહ્યા છે. જાે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનરજી પોતે એવું રટણ કરી રહ્યા છે કે તેમના માટે કોઇ પણ પદ કે હોદ્દા કરતાં વિરોધપક્ષોની એકતા બહુ જરૂરી છે.
Recent Comments