રિંગરોડની મિલેનિયમ માર્કેટના દંપતી વેપારીએ ૮ વિવર્સો પાસેથી દોઢ કરોડનો કાપડનો માલ લઈ નાણા ઓહયા કરી ભાગી ગયા છે. જેને લઈ વેપારી અકુંર મહેતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે લેભાગુ વેપારી ભૌતિક હરસુખ સાવલીયા અને તેની પત્ની કોમલ ભૌતિક સાવલીયા(બન્ને રહે,સૌરીન સોસાયટી, કામરેજ) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ભૌતિક અને તેની પત્ની કોમલ મિલેનિયમ માર્કેટમાં ભૌતિક ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનો ધંધો શરૂ કર્યો હતો. વર્ષ ૨૦૨૧થી જૂન-૨૦૨૨ સુધીમાં દંપતી વેપારીએ ૮ વિવર્સો પાસેથી કાપડનો રૂપિયા ૧.૫૦ કરોડનો માલ ક્રેડિટ પર લઈ નાણા ચાંઉ કરી ગયા હતા. તપાસ કરતા દંપતી દુકાન બંધ કરી ભાગી ગયા હતા. જેને લઈ વેપારી અકુંર મહેતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
રિંગરોડની માર્કેટના દંપતીએ ૮ વિવર્સો પાસેથી દોઢ કરોડનો માલ લઈ નાણા ઓહયા કરી ગયા

Recent Comments