બોલિવૂડ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સમાચાર મુજબ બોલિવૂડનું આ પ્રેમી યુગલ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની બે સેરેમની થશે, એક મુંબઈમાં અને બીજી દિલ્હીમાં. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રિચા-અલી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમના લગ્ન વર્ષ ૨૦૨૦માં થવાના હતા, જાેકે કોરોના મહામારીના કારણે તેમના લગ્ન છેલ્લા બે વર્ષથી સ્થગિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ‘મેશેબલ ઈન્ડિયા’ સાથે વાત કરતા રિચા ચઢ્ઢાએ પોતાના લગ્ન વિશે એક હિંટ આપી હતી.
તેણીએ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તે ચોક્કસપણે આ વર્ષે ૨૦૨૨ માં અલી સાથે લગ્ન કરશે. હવે આ કપલના લગ્નના અપડેટ્સ તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછા નથી. કપલના લગ્નની તારીખો કન્ફર્મ થઈ ગઈ છે. રિચા અને અલી બંને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સાત ફેરા લેશે. બંને માટે પરિવાર ખૂબ જ ખુશ છે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને મુંબઈ અને દિલ્હીમાં બે જગ્યાએ તેમના લગ્નનું રિસેપ્શન આપવાના છે. જેમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત લોકો ભાગ લેશે. જાે કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
અલી અને રિચાએ ૨૦૧૯માં ‘ફુકરે’માં સાથે કામ કર્યું અને ટૂંક સમયમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા. સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અલીએ ૨૦૧૯માં રિચાને પ્રપોઝ કર્યું હોવાનું કહેવાય છે, વેનિસમાં અલી ફઝલની હોલિવૂડ ફિલ્મ ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ના વર્લ્ડ પ્રીમિયરમાં આ દંપતીએ તેમના સંબંધોને અધિકૃત કર્યા હતા. રિચા અને અલી જ્યારે રેડ કાર્પેટ પર હાથ જાેડીને ચાલતા હતા ત્યારે પાપારાઝીઓએ તેમને ક્લિક કર્યા હતા. વર્ક ફ્રન્ટ પર અલી છેલ્લે ગેલ ગેડોટ, ટોમ બેટમેનની ‘ડેથ ઓન ધ નાઈલ’માં જાેવા મળ્યો હતો. આ દિવસોમાં અલી તેની મોસ્ટ વોન્ટેડ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’-૩ની તૈયારીમાં વ્યસ્ત છે. જ્યારે રિચા ફરી એકવાર સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ અને ‘ફુકરે ૩’માં ભોલી પંજાબનના રોલમાં જાેવા મળશે.
Recent Comments