fbpx
રાષ્ટ્રીય

રિઝર્વ બેન્ક દ્વારા ગોલ્ડ બોન્ડના નવા હપ્તા માટે ઈસ્યુ પ્રાઈસ જાહેર


ગોલ્ડ બોન્ડ તમને સોનું ખરીદ્યા વિના સોનામાં રોકાણ કરવાનો ફાયદો આપે છે, તમારે તેમાં સોનું પાસે રાખવાની જરૂર નથી. તે જ સમયે તે સરકારી સિક્યોરિટીઝની તર્જ પર વ્યાજ લાભો પણ આપે છે એટલે કે તમને ગોલ્ડ બોન્ડમાંથી બે પ્રકારના લાભ મળે છે. જાે કે, તેનો લોક-ઇન પિરિયડ હોય છે એટલે કે તમારે ગોલ્ડ બોન્ડમાં તમારું રોકાણ ચોક્કસ સમયગાળા માટે રાખવું પડશે. રિઝર્વ બેંક અનુસાર ગોલ્ડ બોન્ડ એ સરકારી સિક્યોરિટી છે, જેની કિંમત સોનાની કિંમત પર આધારિત છે. રોકાણકાર સોનાના મૂલ્યની સમકક્ષ રોકડનું રોકાણ કરે છે, પાકતી મુદતે તેને રોકડમાં રકમ મળે છે. ભારત સરકાર વતી રિઝર્વ બેંક દ્વારા બોન્ડ જારી કરવામાં આવે છે. રોકાણકારો ઓછામાં ઓછા ૧ ગ્રામ અને વધુમાં વધુ ૪ કિગ્રા માટે સબ્સ્ક્રાઇબ કરી શકે છે. જ્યારે ટ્રસ્ટો વગેરે ૨૦ કિગ્રા સુધી સબ્સ્ક્રાઇબ કરી શકે છે. રિઝર્વ બેંકના મતે જીય્મ્માં કેપિટલ લોસ થઈ શકે છે. ગોલ્ડ બોન્ડમાં સોનાની માત્રા સલામત છે પણ તેની કિંમત નહીં. તે કિસ્સામાં તમને સોનાની રકમના આધારે મેચ્યોરિટી પર જ વળતર મળશે.

જાે કે, બોન્ડ્‌સ પર વ્યાજ પણ મળે છે તેથી જાે ભાવ ઘટે છે તો બોન્ડમાં નુકસાન સમાન સમયગાળામાં ફિઝિકલ ગોલ્ડ કરતાં ઓછું હશે. કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.રિઝર્વ બેંકે માહિતી આપી છે કે ગોલ્ડ બોન્ડ સોમવારથી ૫ દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે એટલે કે રોકાણકારો ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી બોન્ડમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. બોન્ડની ઇશ્યૂ કિંમત રૂ.૪૭૮૬ પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે તમામ અરજદારો કે જેઓ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરશે અને ઓનલાઈન પેમેન્ટ કરશે તેમને રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ પ્રતિ ગ્રામ મળશે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે આવા અરજદારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત રૂ. ૪૭૩૬ પ્રતિ ગ્રામ રહેશે. અગાઉ ૨૯ નવેમ્બરથી ૩ ડિસેમ્બર વચ્ચેના ઓપન ઈશ્યુમાં અરજદારોએ રૂ.૪૭૯૧ પ્રતિ ગ્રામ.ના દરે અરજી કરી હતી.સસ્તું સોનું મેળવવાની વધુ એક તક મળી રહી છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૧-૨૨નો આગામી હપ્તો સોમવારથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. રિઝર્વ બેંકએ?બોન્ડના નવા હપ્તા માટે ઈસ્યુ પ્રાઈસ જાહેર કરી છે.

Follow Me:

Related Posts