બોલિવૂડ

રિતિક રોશન ફિલ્મ ફાઈટર માટે રિયલ ટાઈમ ટ્રેનિંગ લેશે

ફિલ્મ ‘વિક્રમ વેધા’માં રિતિક રોશનના વખણાયેલા એક્શન અવતાર બાદ, રિતિક તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’ માટે કમર કસી રહ્યો છે. આ એક્શન થ્રિલર ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં રિતિકની સાથે દીપિકા તેમજ મેન્ટરની ભૂમિકામાં પીઢ અભિનેતા અનિલ કપૂર પણ નજર આવશે. ફિલ્મની તૈયારીના ભાગ રૂપે રિતિકે ૧૨ વીકના ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ પર કામ કર્યું હતું. રિતિકનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ ૯ નવેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, ઈન્ડિયન એરફોર્સ પાયલોટનું કેરેક્ટર ભજવનાર રિતિક થોડો સમય એરફોર્સના પાયલોટ સાથે વિતાવવાનો છે. આ મૂવી માટે પોતાના પાત્રને સિલ્વર સ્ક્રીન પર પરફેક્ટ રીતે રજૂ કરવા માટે રિતિકે ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામની સાથે જ, એર બેઝ ઓફિસર્સની સાથે રહીને તેમની ગતિવિધિ અને સ્વભાવને નજીકથી પારખવાનું નક્કી કર્યું છે.

જેથી તેમની મેન્ટાલિટી તેમજ ડિસિઝન પાવરને સમજી શકાય અને આ અનુભવનો નિચોડ ફિલ્મમાં તેની ભૂમિકામાં ઉતારી શકાય. આ માટે એક રિતિક એક મહિના જેટલા સમય સુધી રેગ્યુલર વર્કશોપ એટેન્ડ કરશે. ‘ફાઈટર’નું શૂટિંગ ૧૫ નવેમ્બરથી શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. સિદ્ધાર્થ આનંદ સાથે રિતિક અગાઉ પણ બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ‘બેંગ બેંગ’ અને ‘વૉર’ નામની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ સાબિત થઈ ચૂકી છે અને આ જાેડી ‘ફાઈટર’ને હિટ બનાવીને સફળતાની હેટ્રિક કરવાની કોશિશ કરી રહી છે. રિતિક અને દીપિકા પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર આ ફિલ્મમાં નજર આવવાના છે અને આ કારણે બંને સુપર સ્ટાર્સના ફેન્સ પણ સુપર એક્સાઈટેડ છે.

Related Posts