રિપોર્ટરના કેટરિનાથી ડિવોર્સના સવાલ પર એક્ટર વિક્કી કૌશલનો ચોંકાવનારો જવાબ
વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ રિલીઝ થવા તૈયાર છે. તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ, ટ્રેલર પણ સામે આવી ગયું છે જેનાથી પરથી ફિલ્મ ખૂબ જ મજેદાર હશે તેવું જણાઈ રહ્યુ છે. ૨ જૂને થિયેટરમાં વિક્કી અને સારાની મચ અવેટેડ ફિલ્મની રિલીઝ થશે. વિક્કી અને સારાએ ફિલ્મનાં પ્રમોશન માટે પણ દમદાર શરુઆત કરી દીધી છે. મુંબઈના જુહૂમાં આ ઓનસ્ક્રીન જાેડીએ ખૂબ જ ધમાલ કરી હતી. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન વિક્કી અને સારાએ મીડિયાના સવાલોના ખૂબ જ જવાબ આપ્યા હતાં. આ દરમિયાન રિપોર્ટરે એવો સવાલ પુછી દીધો કે જેનાથી વિક્કી કૌશલના હોશ ઉડી ગયા હતાં. સારા અને વિક્કીની આ ફિલ્મ એક મિડલ ક્લાસ કપલના લગ્નજીવનની ઉથલપાથલ અને પછી છૂટાછેડા પર બનેલી ફિલ્મ છે. રિપોર્ટરે વિક્કીને પુછ્યુ કે, લગ્ન લગ્ન જન્મોજનમનું બંધન છે તો લગ્ન બાદ છૂટાછેડા લઈને જાે કેટરિનાથી કોઈ સારી એક્ટ્રેસ મળે તો તમે બીજા લગ્ન કરવાનું પસંદ કરશો? આ સવાલ સાંભળતા જ વિક્કી કૌશલ ચોંકી ગયો. વળી, આ દરમિયાન ઓડિયન્સમાં કોઈએ કહ્યુ કે ઘરે પણ તો જવાનું છે સાંજે. જેમાં વિક્કીએ પોતાની સહેમતી દર્શાવી. પરંતુ, બાદમાં વિક્કીએ તેના અને કેટરિનાનાં સંબંધને જન્મોજનમનો સાથ જણાવ્યો. ‘ગોવિંદા નામ મેરા’ ફ્લોપ થયા બાદ વિક્કી કૌશલને જબરદસ્ત હીટની જરુર છે. ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ તેના કરિયરને ઘણા ઉપર સુધી લઈ જઈ શકે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે જે ખૂબ જ મજેદાર છે. બંનેની જબરદસ્ત બોન્ડિંગ અને એક્ટિંગ જાેઈને ફિલ્મ લુકાછુપીના કાર્તિક અને કૃતિની યાદ અપાવે છે. ફિલ્મનું ટ્રેલર લોકોને હસાવીને લોટપોટ કરી રહ્યુ છે.
Recent Comments