રિયા ચક્રવર્તીને ફરી ઝટકોઃ ફિલ્મના બીજા પોસ્ટરમાંથી અભિનેત્રીનો ચહેરો ગાયબ

સુશાંત સિંહના નિધન બાદ રિયા ચક્રવર્તી સતત ચર્ચાઓમાં રહી છે. નામ કરતા વધારે બદનામ થઇ ગઇ તેવુ કહેવુ ખોટુ નથી. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદથી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની બોલિવુડ કારકિર્દી પાટા પરથી ઉતરી ગઇ છે. તેની અસર ફરી એકવાર સામે આવી છે, જેણે અભિનેતા ઈમરાન હાશ્મીની એક પોસ્ટ પછી ભારે ચકચાર મચી ગઈ છે. ખરેખર, ફિલ્મ ચેહરેનું બીજું એક પોસ્ટર સામે આવ્યું છે, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલ ઇમરાન હાશ્મી દ્વારા શેર કરવામાં આવ્યુ છે. પોસ્ટરમાંથી અભિનેત્રીનું નામ અને ચહેરો ગાયબ છે. પોસ્ટરમાં ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન નજરે પડે છે, જ્યારે ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝા પણ પોસ્ટરમાં છે, જે પાછળ દેખાઈ રહી છે.
આ પોસ્ટર બિગ બી દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવ્યું છે. રિયા ચક્રવર્તી રુમી જાફરી દિગ્દર્શિત ફિલ્મમાં બે વર્ષ પહેલાં ચર્ચામાં આવી હતી. આ વાતની પુષ્ટિ ખુદ રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. તેણે પોતાની માહિતી ચાહકો સાથે શેર કરી અને કહ્યું કે તે આ ફિલ્મનો ભાગ બનશે. તેણે ટ્વીટમાં બધાને ટેગ પણ કર્યા હતા. પરંતુ તે દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અને તે સંજાેગોમાં રિયા ચક્રવર્તી ખરાબ રીતે બદનામ થઇ ગઇ.
આ પહેલા અમિતાભ બચ્ચને ચહેરાનું એક પોસ્ટર શેર કર્યું હતું. રિયા ચક્રવર્તી તેમાં ગેરહાજર હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાને આ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી છે. આ સાથે જ આ સમાચાર મળતાની સાથે જ રિયાને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવી હતી. બિગ બી દ્વારા શેર કરાયેલા પોસ્ટર પર લોકોએ વિવિધ પ્રતિક્રિયા આપી હતી. કોઈએ લખ્યું હતું કે ડરના કારણે રિયાને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી છે, તો પછી કોઈએ એમ પણ કહ્યું કે જાે કોઈ રિયા ચક્રવર્તીને તેની ફિલ્મમાં લેશે તો તે સુપરફ્લોપ હશે.
Recent Comments