CVરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે શેર દીઠ રૂ. ૯નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ એક વર્ષથી વધુ સમય પછી શેરધારકો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉ મે ૨૦૨૨માં કંપનીએ શેર દીઠ આઠ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક નિયમનકારી ફાઈલિંગમાં માહિતી આપી છે કે કંપનીના બોર્ડે રૂ. ૧૦ની ફેસ વેલ્યુના દરેક સંપૂર્ણ પેઈડ-અપ ઈક્વિટી શેર પર રૂ. ૯ના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ મંજૂર થયા બાદ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે આ અંગેની રેકોર્ડ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઇૈંન્ના શેરમાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડિંગ રેકોર્ડ તારીખે અથવા તેના એક દિવસ પહેલા થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૧ ટકા ઘટીને રૂ. ૧૬,૦૧૧ કરોડ થયો છે. વાર્ષિક ધોરણે પાંચ ટકાના ઘટાડા સાથે આવક ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહી. કંપનીની આવકમાં ઘટાડો મુખ્યત્વે કંપનીના ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસની આવકમાં ઘટાડો થવાને કારણે થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ૩૧ ટકાના ઘટાડાથી કંપનીના ઓઈલ-ટુ-કેમિકલ બિઝનેસની આવકમાં ઘટાડો નોંધાયો હતો. જાેકે, આ વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન ત્ર્નૈનો ચોખ્ખો નફો ૧૨ ટકા વધીને રૂ. ૪,૮૬૩ કરોડ થયો છે. રિટેલ બિઝનેસનો નફો ૧૮ ટકા વધીને રૂ. ૨,૪૪૮ કરોડ થયો છે.
રિલાયન્સના શેરધારકો માટે સારા સમાચાર, અંબાણીની કંપનીએ ડિવિડન્ડ કર્યું જાહેર


















Recent Comments