મુકેશ અંબાણીએ દીકરી ઈશા અંબાણીને સોંપી જવાબદારી, જેની ઇમ્ૈંએ પણ મંજૂરી આપી
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને વધુ એક મોટી જવાબદારી સોંપી છે. રિલાયન્સ રિટેલને દેશની સૌથી મોટી રિટેલ કંપની બનાવ્યા બાદ રિલાયન્સ ગ્રુપ દ્વારા નવી લિસ્ટેડ કંપની ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ માટે ઈશા અંબાણીની પસંદગી કરવામાં આવી છે. આ એક નોન-બેંકિંગ ફાઇનાન્સ સેક્ટરની કંપની છે, તેથી ભારતીય રિઝર્વ બેંકે પણ તેમની નિમણૂકને લીલી ઝંડી આપી દીધી છે. ઈશા અંબાણીને ત્ર્નૈ ફાયનાન્સિયલ સર્વિસના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે અંશુમન ઠાકુર અને હિતેશ કુમાર સેટિયાને પણ ત્ર્નૈ ફાયનાન્સિયલ સર્વિસના ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે પણ ત્રણેયની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.. ઈશા અંબાણીને ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજની નવી ડાયરેક્ટર બનાવવામાં આવી છે. તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર રિટેલ બિઝનેસનું નેતૃત્વ કરે છે. આટલું જ નહીં, તેણે રિલાયન્સ રિટેલના યુનિટ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડને પણ સફળ કંપની બનાવી છે. આ કંપનીએ રિલાયન્સ માટે ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સોદા કર્યા છે અને ઘણી હસ્તગત પણ કરી છે. થોડા સમય પહેલા, તેઓ તેમના બે ભાઈઓ આકાશ અને અનંત અંબાણી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં પણ સામેલ થયા છે.
આ નવી જવાબદારી સાથે રિલાયન્સ ગ્રુપમાં ઈશા અંબાણીની કદ હવે ઘણી મોટી થઈ ગઈ છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના બોર્ડે ૧૫ નવેમ્બરે જ ઈશા અંબાણી, અંશુમન ઠાકુર અને હિતેશ કુમાર સેટિયાની નિમણૂકને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગુરુવારે ત્રણેયની નિમણૂકને મંજૂરી આપી હતી. ફાઇનાન્સ સેક્ટરની કંપની હોવાને કારણે તે ઇમ્ૈંના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.. ઈશાને જવાબદારી સોંપી છે જેના વિષે જણાવીએ, ત્ર્નૈ ફાયનાન્સિયલ સર્વિસીસની ડાયરેક્ટર બનતાની સાથે જ ઈશા કંપનીના મહત્વના ર્નિણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે. ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ ની નેટવર્થ ૧.૨ લાખ કરોડ રૂપિયા છે. આ વિશ્વની પ્રથમ નાણાકીય કંપની છે જે તેની શરૂઆતમાં જ સૌથી વધુ મૂડી સાથે બજારમાં આવી છે. આ કંપની આ વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગઈ છે અને શેરબજારમાં લિસ્ટ થઈ છે. આ રિલાયન્સ ગ્રુપનું દ્ગમ્હ્લઝ્ર યુનિટ હશે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના તેના પ્રથમ નાણાકીય પરિણામોમાં જણાવ્યું હતું કે અગાઉના ક્વાર્ટરની સરખામણીએ આ સમયગાળા દરમિયાન તેનો નફો બમણો થયો છે. ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ એ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૬૬૮.૧૮ કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે રૂ. ૩૩૧.૯૨ કરોડ હતો.

















Recent Comments