રિલાયન્સ રિટેલે મુંબઈમાં પ્રખ્યાત અમેરિકન બ્રાન્ડ ય્છઁનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોર ખોલ્યો છે. આ સ્ટોર સાથે તેણે પોતાનો બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું છે. રિલાયન્સ રિટેલે ઈન્ફિનિટી મોલ, મલાડ, મુંબઈ ખાતે ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલ્યો છે. રિલાયન્સ રિટેલ એ ભારતમાં તમામ ચેનલોમાં ય્છઁ માટે સત્તાવાર રિટેલર છે. આ ગેપ સ્ટોરનું લોન્ચિંગ રિલાયન્સ રિટેલ અને ગેપ વચ્ચેની લાંબા ગાળાની ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ છે. લોન્ચિંગના બીજા તબક્કાની શરૂઆત… ગયા વર્ષથી આજ સુધી ૫૦ થી વધુ ય્છઁ શોપ-ઇન-શોપ્સ ખોલ્યા પછી, રિલાયન્સે હવે ઇન્ફિનિટી મોલમાં નવો ય્છઁ સ્ટોર ખોલીને બીજા તબક્કાની શરૂઆત કરી છે. ભારતમાં તેની હાજરી વધારવા માટે, આગામી સમયમાં, ય્છઁ સમગ્ર દેશમાં ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોર્સની શ્રેણીને આગળ ધપાવશે. ય્છઁ ઇન્ફિનિટી મોલમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે ડેનિમ, લોગો પ્રોડક્ટ્સ, ખાકી અને અન્ય પ્રોડક્ટ્સ જાેવા મળશે.
ભારતમાં ય્છઁ ના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન પર, અખિલેશ પ્રસાદ, ફેશન અને લાઇફસ્ટાઇલ, રિલાયન્સ રિટેલ લિમિટેડના પ્રમુખ અને સીઇઓ જણાવ્યું હતું કે, “અમે ય્છઁ ને ભારતમાં પાછા લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. નવા ય્છઁ સ્ટોર્સની મુલાકાત લેવા પર, ગ્રાહકોને માત્ર એક તદ્દન નવી રિટેલ ઓળખ જ નહીં, પરંતુ સ્માર્ટ ટ્રાયલ રૂમ, એક્સપ્રેસ ચેક્સ અને વધુ સારી કિંમતની દરખાસ્તોનો અનુભવ પણ મળશે.” રિલાયન્સ રિટેલ એ ભારતની સૌથી મોટી રિટેલર છે, જેમાં મજબૂત ઓમનીચેનલ રિટેલ નેટવર્ક ઑપરેશન્સ અને ઉન્નત સ્થાનિક ઉત્પાદન અને સોર્સિંગ ક્ષમતાઓ છે. રિલાયન્સ રિટેલ તેની ય્છઁ સાથેની ભાગીદારી દ્વારા ભારતમાં ગ્રાહકોને વિશિષ્ટ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટિ-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ દ્વારા ય્છઁ શોપિંગનો અનુભવ આપશે.
Recent Comments