રિવરફ્રન્ટ પુન શરૂ થતા જ લોકો સવારે વોક કરવા માટે તથા સાયકલિંગ કરવા માટે પહોંચ્યા
રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ આજે બાગ-બગીચા, જિમ,મંદિરો અને હોટલ ૫૦ ટકાની ક્ષમતા સાથે ખૂલવા જઈ રહ્યાં છે. ત્યારે શહેરમાં બાગ-બગીચાને લઈને લોકોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. અમદાવાદ શહેરનાં અલગ અલગ ગાર્ડનમાં લોકો વહેલી સવારથી જ વોકિંગ અને એક્સર્સાઈઝ કરવા માટે ઊમટયા હતા. લોકો હવે પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે અનેક પ્રકારની કસરત અને યોગા કરી રહ્યા હતા. નાના બાળકથી માંડીને વૃદ્ધ એમ તમામ વયના લોકો વહેલી સવારે ગાર્ડનમાં નજરે પડ્યાં હતાં.
શહેરમાં લૉ ગાર્ડનમાં કસરત કરવા માટે આવેલા નાનુભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દોઢ વર્ષ બાદ આજે ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડનમાં આવ્યો તો આજે કાશ્મીર જેવો અનુભવ થયો. અહીંની હરિયાળી, શુદ્ધ ઓક્સિજન અને લોકોના મુખ પર સ્મિત જાેઈને જે આનંદ થયો છે એની વાત જ કંઈક અલગ છે. હું ઘણાં વર્ષોથી અહીં આવું છું. હું રેગ્યુલર સાઇકલ ચલાવું છું, સ્વિમિંગ કરું છું. કસરત સાથે મિત્રો સાથેની મુલાકાતમાં જ અનેરો આનંદ મળે છે. આજે અદ્ભુત આનંદનો અનુભવ થયો છે.
Recent Comments