fbpx
રાષ્ટ્રીય

રિવારવાદના સવાલ પર રાહુલ ગાંધીનો ભાજપ પર વાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભત્રીજાવાદના મુદ્દે મ્ત્નઁ પર મોટો પ્રહાર કર્યો છે. બે દિવસની મુલાકાતે મિઝોરમ પહોંચેલા રાહુલે મંગળવારે મીડિયા સાથે વાત કરતાં એક સવાલના જવાબમાં કહ્યું કે, અમિત શાહનો પુત્ર શું કરી રહ્યો છે? રાજનાથ સિંહનો પુત્ર શું કરી રહ્યો છે? છેલ્લે મેં સાંભળ્યું હતું કે, અમિત શાહનો પુત્ર ભારતીય ક્રિકેટ ચલાવી રહ્યો છે. મ્ત્નઁના ઘણા નેતાઓના બાળકો વંશવાદી છે. આ સાથે જ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને ઓછી ન આંકશો. અમે કર્ણાટકમાં મ્ત્નઁને હરાવ્યું છે.

અમે હિમાચલમાં મ્ત્નઁને હરાવ્યું. ગત વખતે અમે રાજસ્થાનમાં મ્ત્નઁને હરાવ્યું હતું. તેવી જ રીતે, અમે ઉત્તરપૂર્વમાં પણ આ જ આયોજન કરી રહ્યા છીએ. અહીં પણ અમે મ્ત્નઁને હરાવીશું. અમે તમામ રાજ્યોમાં જીતીશું. રાહુલે કહ્યું કે જાે તમે એ રાજ્યોમાં નજર નાખી રહ્યા છો જે રાજ્યમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં જુઓ તો દરેક રાજ્યમાં અમે જીતીશું. જ્યારે હું મધ્યપ્રદેશ જાઉં છું, ત્યારે મને મ્ત્નઁ સામે ભારે જનતાનો રોષ જાેવા મળે છે. જ્યારે હું છત્તીસગઢ જાઉં છું, ત્યારે મને અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ માટે ભારે સમર્થન જાેવા મળે છે. રાજસ્થાનમાં પણ આવું જ છે. રાહુલે વધુમાં કહ્યું કે મ્ત્નઁના લોકોને તેમના પદ પરથી હટાવનારા અમે નથી. અમે નિર્દોષ લોકો સામેની હિંસા વિરુદ્ધ છીએ. હિંસાને માફ કરવાનો પ્રશ્ન જ નથી. અમે નિર્દોષ નાગરિકો સામેની હિંસાનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું.

Follow Me:

Related Posts