કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન ૭ ફેબ્રુઆરીથી ચર્ચાનો વિષય છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયેલા લગ્નથી લઈને મુંબઈમાં રિસેપ્શન સુધીના ન્યૂલી વેડ કપલનો દરેક લુક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં જ આ સેલેબ કપલના રિસેપ્શનના ફોટા અને વીડિયો સામે આવ્યા છે, પરંતુ આ વખતે કિયારાના લુકે ફેન્સને નિરાશ કર્યા છે. અથિયા શેટ્ટી બાદ હવે તે પોતાના આઉટફિટને લઈને ટ્રોલ થઈ રહી છે. લગ્નમાં કિયારાનો ખૂબસૂરત લુક, લગ્ન પછી માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને સ્ટાઇલિશ સૂટ જાેઈને દરેકને લાગ્યું કે તે પરફેક્ટ દુલ્હન છે.
આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ રિસેપ્શનના સમાચાર સામે આવ્યા ત્યારે કિયારાનો લુક જાેવા માટે દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા. લોકો સિદ્ધાર્થની નવી વહુને ઇન્ડિયન આઉટફિટમાં જાેવા માંગતા હતા, પરંતુ તેનો વેસ્ટર્ન લુક જાેઈને તેઓ પરેશાન થઈ ગયા. તાજેતરમાં જ , જ્યારે ન્યૂલી વેડ અથિયા શેટ્ટી મંગળસૂત્ર અને સિંદૂર વગર જાેવા મળી હતી, ત્યારે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. કિયારાએ રિસેપ્શનમાં ફિશટેલ વ્હાઈટ અને બ્લેક ગાઉન પહેર્યું હતું. તેણે તેની સાથે એમેરાલ્ડ ડાયમંડ નેકપીસ પહેર્યો હતો. લોકોને તેનો લુક પસંદ ન આવ્યો.
કોઈએ કહ્યું કે રિસેપ્શન કરતાં એવોર્ડ ફંક્શન વધુ લાગે છે. તો એક ફેને કહ્યું, ‘ન સિંદૂર કે મંગળસૂત્ર, ફરી બ્લેક. આપણી સંસ્કૃતિમાં ઘણા રંગો છે. શા માટે આ દુલ્હનો ફક્ત ડાર્ક કલર્સ જ પહેરે છે? કિયારા અડવાણીએ લગ્નથી લઈને અત્યાર સુધી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેર્યા છે. આ સાથે તેણે જે જ્વેલરી પહેરી છે તે પણ તેના લેબલની છે. રિસેપ્શનમાં કિયારાનો અંદાજ જાેઈને કેટલાક ફેન્સે એમ પણ કહ્યું કે હવે કિયારાને તેનો ડિઝાઈનર બદલવાની જરૂર છે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આ લગ્નનું રિસેપ્શન છે ઓસ્કર નહીં.
Recent Comments