ગુજરાત

રીંગરોડ સ્થિત ર્નિમલ હોસ્પિટલ પાસે કારમાં આગ ભભૂકીઃ મોટી જાનહાનિ ટળી

સુરતમાં રીંગરોડ સ્થિત ર્નિમલ હોસ્પિટલ પાસેથી પસાર થતી એક કાર અચાનક સળગવા લાગતાં ટ્રાફિકને અસર પહોંચી હતી. કાર ચાલક એન્જિનમાં આગની જ્વાળાઓ દેખાતા જ કાર રોડ પર ઉભી કરીને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. કારમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કર્યા બાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડીને આગને કાબુમાં લીધી હતી. ત્યારે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ફાયર કોલ મળ્યા બાદ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાલ રંગની મારુતિ જેન કારમાં લાગેલી આગને તાત્કાલિક અસરથી કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જણાવતાં અધિકારીએ કહ્યું હતું કે, વાયરિગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

કારના માલિક પુમાભાઈ હડિયાએ જણાવ્યું હતું કે, હું મજુરા ગેટ વિસ્તારમાં રહું છું અને ડાયમંડની ઓફિસમાં કામ કરું છું. ઓફિસથી ઘરે જતી વખતે મારી કારના એન્જિનમાં આગ લાગી રહી હોવાની મને ખબર પડી હતી. ત્યારે રોડ પર જ મેં મારી કારને ઉભી કરીને હું ઝડપથી બહાર નીકળી ગયો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ કાર પેટ્રોલ અને સીએનજીથી ચાલતી હોવાનું અને લગભગ આઠ વર્ષ જુની હોવાનું તેમણે જણાવ્યું હતું.

Related Posts