અમરેલી

રીપેરીંગ તથા મરામત પાત્ર રસ્તોઓની કામગીરી શરૂ કરાવતા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિની ચેરમેન શ્રીમતી માંગરોળીયા

ચોમાસામાં બિસ્માર થયેલા માર્ગોને તહેવારો પહેલા પૂર્વરત કરી મરામત કરવાની સ્પષ્ટ સૂચના, અમરેલી જિલ્લામાં તહેવારોમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે વીજળી ઝડપે કામ કરવા પૂર્ણ કરવાતાકીદ

અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતચમાં નવી બોડીની નિમણૂક થતાની સાથે જજિલ્લાના બિસ્માર માર્ગોની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારોના ટાણેજિલ્લામાં માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના તમામ માર્ગોની મરામત શરૂ કરાવવામાં આવી છે.જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી કૈલાશબેન પ્રવીણભાઇ માંગરોળીયા દ્વારા માર્ગનામરામત શરૂ કરાવવામાં આવી છે. જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીના સ્થાનિક પ્રવાસ દરમ્યાન ઘ્યાને આવેલમરામત પાત્ર રસ્તાઓ જેમકે અમરેલી તાલુકાના અમરેલી-રંગપુર, મોટા માંડવડા કેરાળા રોડ, કમીગઢ-કેરાળા રોડ, ચિત્તલ લાતી બજાર રોડ, વરસડા-નાના માચીયાળા રોડ, વરૂડી-નાના આંકડીયા રોડ,માંગાવાપાળ એપ્રોચ રોડનું તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના અન્યમાર્ગ મકાન પંચાયત હસ્તકના માર્ગોનું પણ સમારકામ કરવામાં આવશે. નાગરિકોને તહેવારો ટાણે હાલાકી
ન પડે તે માટે આ કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા તાકીદ

Related Posts