fbpx
ગુજરાત

રૂપાણીએ ધારાસભ્ય તરીકેની સંપૂર્ણ ૧.૫ કરોડની ગ્રાન્ટ રાજકોટ હોસ્પિટલને ફાળવી

મુખ્યમંત્રીના માદરે વતન એટલે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું રાજકોટ શહેર, પરંતુ હાલના કોરોનાકાળમાં રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ શહેરી તંત્ર માટે પડકાર ધન્ય બન્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક કેસોમાં દર્દીઓની સારવાર માટે સાધનો અને ઓક્સિજનની અછત જાેવા મળી હતી. મુખ્યમંત્રીની સંવેદના રાજકોટવાસીઓ જેની સાથે હંમેશા રહી છે. તેમણે ધારાસભ્ય તરીકે પોતાને મળતી ગ્રાન્ટને હોસ્પિટલને ફાળવવાનો ર્નિણય કર્યો છે.આમ તેમણે ફરી એક વખત પોતાની સંવેદનશીલતા પુરવાર કરી છે.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના સંક્રમણમાં દર્દીઓની સારવાર માટેના સાધનો અને ઓક્સિજનની અછત વર્તાયા બાદ હોસ્પિટલોમાં સાધનો વસાવવા માટે ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયા ફાળવવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે મળતી ૧.૫ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટની પીડીયુ હોસ્પિટલને ફાળવી છે.

મુખ્યમંત્રીએ રૂપાણી ફરી એક વખત સંવેદનશીલ ર્નિણય કર્યો છે જેને એ સમગ્ર રાજકોટના અગ્રણી નાગરિકોએ બિરદાવ્યો છે.સરકારે કરેલા ર્નિણય મુજબ ધારાસભ્યોએ ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયા કોરોનાની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવાના રહે છે. પરંતુ જાે કોઇ ધારાસભ્ય ઇચ્છે તો પોતાની સંપૂર્ણ એટલે કે ૧.૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકશે. આ ર્નિણય બાદ મુખ્યમંત્રીએ અનોખી પહેલ કરી છે.

Follow Me:

Related Posts