રૂપાણી સરકારના વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન
ગુજરાતમાં રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ૧લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણીના કાર્યક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે. એવામાં સરકાર દ્વારા ૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમો સામે કોંગ્રેસના પણ સમાંતર કાર્યક્રમો યોજાવા જઇ રહ્યાં છે. જે કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસએ જાહેર કર્યાં છે. તારીખ ૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ સુધી કોંગ્રેસે સમાંતર કાર્યક્રમ જાહેર કર્યા છે.
૧લી તારીખે કોંગ્રેસ ‘શિક્ષણ બચાવો અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે તો ૨જી તારીખે કોંગ્રેસ ‘સંવેદનાહીન સરકાર આરોગ્ય બચાવો અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે. ૩જી તારીખે કોંગ્રેસ ‘અન્ન અધિકાર અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે. ૪થી તારીખે ‘મહિલા સુરક્ષા અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે.
આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘ ગુજરાતની જનતા મંદી, મોંઘવારી, મહામારી અને અસુરક્ષાથી પીડાઈ રહી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા સરકાર ઉજવણીના તાયફાઓ કરવા જઈ રહી છે. પોતાના નિષ્ફળ શાસન અંગે સરકારે શરમ કરવી જાેઈએ. પ્રજાની લાગણીને વાચા આપવા કોંગ્રેસ હંમેશાની જેમ ૯ દિવસ કાર્યક્રમ કરશે. ૬ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. કોલેજાેને ખાનગી યુનિ.માં મર્જ કરવા જઈ રહી છે. શિક્ષણનું સ્તર ગુજરાતમાં કથળતું જાય છે. કોરોનામાં પણ લોકો ઘણાં હેરાન થયા અને મૃત્યુ પામ્યાં છે. સરકારની અનઆવડતના કારણે જ લોકોના મૃત્યુ થયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ લોકો લૂંટાયા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘ગુજરાતમાં બેન- દીકરીઓ સલામત નથી. ગુજરાતમાં મહિલાઓ પરના ગુનાઓ વધી રહ્યાં છે. સરકારની નિષ્ફળતાના કારણે ગુજરાતના ખેડૂતો પર ૯૦ હાજર કરોડનું દેવું થયું છે. ખેડૂતો અને ખેતીને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં ૪૦ લાખ કરતા વધારે યુવાનો બેરોજગાર છે. સરકારી ભરતીના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. સામાન્ય ગુજરાતી આજે ઓણ વિકાસથી વંચિત છે. ગુજરાતમાં ભાજપની નીતિના કારણે પૈસાદારોનો વિકાસ થયો, ગુજરાતના મધ્યમવર્ગના લોકો ફરી ગરીબ બની રહ્યાં છે.’
અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અન મહાપાલિકા વિસ્તારમાં જન અધિકાર અભિયાન ચલાવીશું. આદિવાસી સમુદાયના અધિકારો હડપવામાં આવી રહ્યાં છે. ૯ દિવસના કાર્યક્રમો પ્રજાની તકલીફ અને અધિકારો માટેના છે. ભાજપ સરકારને તેમની હકીકતનો ચહેરો બતાવવા માટેના આ કાર્યક્રમો છે. ૨૦૨૨માં ગાંધીનગરમાં સામાન્ય લોકોની સરકાર આવે તે માટેના આ કાર્યક્રમો છે.’
જાણો રૂપાણી સરકારની ૫ વર્ષની ઉજવણી દરમ્યાન કોંગ્રેસનો શું છે કાર્યક્રમ?
૨ ઓગસ્ટ – સંવેદનહિન સરકાર આરોગ્ય બચાવો અભિયાન
૩ ઓગસ્ટ – અન્ન અધિકાર અભિયાન
૪ ઓગસ્ટ – મહિલા સુરક્ષા અભિયાન
૫ ઓગસ્ટ – ખેડૂત – ખેતી – બચાવો અભિયાન
૬ ઓગસ્ટ – બેરોજગારી હટાવો અભિયાન
૭ ઓગસ્ટ – વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન
૮ ઓગસ્ટ – જન અધિકાર અભિયાન
૯ ઓગસ્ટ – સામાજિક કાંસકી અભિયાન
Recent Comments